સરદાર પટેલ રમત સંકુલ, પાંચોટ, મહેસાણા ખાતે રાજય કક્ષાની શાળાકીય અં.૧૭ વોલીબોલ ભાઈઓ અને બહેનોની સ્પર્ધા યોજાશે
તારીખ.૨૪/૧૦/૨૦૨૪ થી ૨૮/૧૦/૨૦૨૪ દરમિયાન યોજાશે સ્પર્ધા
વાત્સલ્યમ સમાચાર, બલવંતસિંહ ઠાકોર, મહેસાણા
મહેસાણા જિલ્લા રમત ગમત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા રમત ગમત અધિકારી, મહેસાણા દ્વારા આયોજીત રાજય કક્ષાની શાળાકીય અં.૧૭ વોલીબોલ ભાઈઓ/બહેનોની સ્પર્ધા આગામી તા.૨૪/૧૦/૨૦૨૪ થી ૨૮/૧૦/૨૦૨૪ દરમિયાન સરદાર પટેલ રમત સંકુલ,પાંચોટ, તા.જિ.મહેસાણા ખાતે યોજાશે.
જિલ્લા કક્ષાની શાળાકીય અં.૧૭ વોલીબોલ ભાઈઓ અને બહેનોની સ્પર્ધામાં પસંદગી પામેલા સ્પર્ધકો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત આ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
૧૭ વોલીબોલ બહેનોની સ્પર્ધા માટે
રીપોટીંગ તા.૨૪/૧૦/૨૦૨૪ સાંજે ૫:૦૦ કલાકે રહેશે અને તા. ૨૫/૧૦/૨૦૨૪ સવારે ૭:૩૦ કલાકે સ્પર્ધા શરૂ થશે જ્યારે અં. ૧૭ વોલીબોલ ભાઈઓની સ્પર્ધા માટે રીપોટીંગ તા.૨૬/૧૦/૨૦૨૪ સાંજે ૫:૦૦ કલાકે રહેશે અને સ્પર્ધા તા. ૨૭/૧૦/૨૦૨૪ સવારે ૭:૩૦ કલાકે શરૂ થશે. તેમજ સ્પર્ધાનું સ્થળ, રીપોટીંગ કાર્યાલય –સરદાર પટેલ રમત સંકુલ રહેશે.