MEHSANAVIJAPUR

વિજાપુરના સુંદરપુરા ગામે 8 ફૂટ લાંબા અજગરનું સફળ રેસ્ક્યુ: જીવદયા પ્રેમીઓએ જીવ બચાવ્યો

વિજાપુરના સુંદરપુરા ગામે 8 ફૂટ લાંબા અજગરનું સફળ રેસ્ક્યુ: જીવદયા પ્રેમીઓએ જીવ બચાવ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામે એક અનોખી ઘટનામાં, એક વિશાળકાય 8 ફૂટ લાંબો અજગર બોરના પાણીના કૂવામાં પડી ગયો હતો, જેને જીવદયા પ્રેમીઓએ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત વન વિસ્તારમાં છોડ્યો હતો.ગામના અરવિંદભાઈ મણિલાલ પટેલના ખેતરમાં આવેલા બોરના કૂવામાં આશરે 8 ફૂટ લાંબો અજગર પડી રહ્યો હોવાની જાણ થતાં, ગ્રામજનોએ તાત્કાલિક અરવિંદભાઈ પટેલને આ વિશે માહિતી આપી હતી. અરવિંદભાઈ પટેલે તુરંત જ જીવદયા પ્રેમી દિવ્યાબેન ચાનપરા અને અક્ષરભાઈનો સંપર્ક કર્યો હતો.પ્રકૃતિપ્રેમી અને જીવદયા સંઘઠન ચલાવતા દિવ્યાબેન ચાનપરા અને અક્ષરભાઈ, જેઓ સર્પો અને અજગર પકડવામાં માહિર છે, તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે ભારે જહેમત બાદ કૂવામાંથી 8 ફૂટ લાંબા આ અજગરને સહી-સલામત બહાર કાઢીને તેનું સફળ રેસ્ક્યુ કર્યું હતું.આ પ્રસંગે દિવ્યાબેન રાજપૂતે જણાવ્યું હતું કે ઘણા જાનવરો જે જમીન સાથે સરકતા સર્પ જીવો છે, તેમાં ઘણા ઝેરી અને બિન-ઝેરી પણ હોય છે. આ જીવોને પારખવાની કુદરતી શક્તિ તેમને મળેલી છે. દિવ્યાબેને ઉમેર્યું હતું કે અજગર અને સર્પ જેવા પ્રાણીઓ, જીવદયા પ્રેમીઓને જાણ કર્યા બાદ સ્થળ ઉપરથી સરકતા નથી તે એક કુદરતી બક્ષીશ ગણાય છે.જીવદયાનો ઉત્તમ દાખલો પૂરો પાડતા દિવ્યાબેને આ અજગરને પકડી, તેની સાથે રમતા તેને દૂરના જંગલ વિસ્તારમાં લઈ જઈને છોડી મૂક્યો હતો, જેથી તે અન્ય કોઈને તકલીફ ન પહોંચાડે અને પોતાના કુદરતી આવાસમાં સુરક્ષિત રહી શકે. જીવદયા પ્રેમીઓની આ કામગીરીને ગ્રામજનોએ બિરદાવી હતી.

Back to top button
error: Content is protected !!