
વિજાપુર એપીએમસી દ્વારા માર્કેટયાર્ડ ખાતે આવેલ સહકારી આગેવાન પૂર્વ સાંસદ સ્વ આત્મારામ પટેલની 23 મી પૂણ્ય તિથી નિમિત્તે સૂતર ની આંટી પહેરાવી શ્રદ્ધાંજલી અર્પી
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર એપીએમસી દ્વારા માર્કેટયાર્ડ ખાતે આવેલ સહકારી આગેવાન પૂર્વ સાંસદ સ્વ આત્મારામ પટેલ કાકા ના બાવલા ને ફૂલહાર કરી સૂતર ની આંટી પહેરાવી શ્રદ્ધાંજલી આપી હતી. સ્વ આત્મારામ કાકા એ પોતાની રાજકીય સફર લાડોલ થી સરપંચ થી શરુ કરી હતી ત્યાબાદ વિધાન સભા મા ધારાસભ્ય અને લોકસભા મા સંસદ સભ્ય બની પોતાની રાજકીય સફર પુરી કરી હતી. સહકારી ક્ષેત્ર સહકારી બેન્કો મંડળી ઓ એપીએમસી મા સતત એકધારી સેવાઓ આપી સહકારી ક્ષેત્રે મોટો યોગ દાન આપ્યું હતુ. તેઓ છોટે સરદાર તરીકે ની ઓળખાતા સ્વ આત્મારામ કાકા ની આજે 23 મી પૂણ્ય તિથી નિમિત્તે એપીએમસી ના ચેરમેન કાન્તિ ભાઈ પટેલ તેમજ ધારાસભ્ય સી ચાવડા તેમજ પૂર્વ ધારાસભ્ય પીઆઇ પટેલ તેમજ સેક્રેટરી રમેશભાઈ પટેલ જીલ્લા સદસ્ય હર્ષદ પટેલ એપીએમસી ડિરેક્ટરો રાજુ ભાઈ પટેલ , નરેશ ભાઈ પટેલ લાડોલ હરીસિદ્ધ ધામ ના મહંત અશ્વિન ભાઈ જોશો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને સ્વ આત્મારામ કાકા ને શ્રદ્ધાંજલી આપી તેઓએ આપેલી સેવાઓ ને યાદ કરી હતી.





