
તા. ૦૭. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના ખરેડી ગામની મહિલાને દુખાવો થતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સફળતાપૂર્વક ડિલીવરી કરાવામાં આવી
આજ રોજ તા. ૦૭. ૦૮. ૨૦૨૪ ના રોજ ખરેડી ગામના વતની અમીષાબેન ઇલેશભાઈ ડામોર ને પપ્રસૂતિનો દુખાવો થતાં ગુજરાત સરકાર ની ૧૦૮ એમ્બ્યુલન્સ ના નિષ્ણાત ઈ.એમ.ટી સુશીલા પટેલ દ્વારા રસ્તામાં માતા ને ચેક કરતાં પ્રથમ ડિલિવરી હતી ને એમ્બ્યુલન્સ મા ડિલિવરી કરાવું પડે એમ હતું તો માતાને ચેક કરતા બાળક ના ગળામાં ગર્ભનાળ વીંટાઈ ગઈ હોય તેવું માલૂમ પડતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ માં ડિલીવરી કરાવવા ની જરૂરિયાત લાગતાં દાહોદ સ્થિત ૧૦૮ ના પ્રાથમિક સારવાર ના નિષ્ણાત એવા ઈ.એમ.ટી સુશીલા પટેલ તથા પાઈલોટ અશ્વિનભાઈ બારિયા દ્વારા અમદાવાદ સ્થિત હેડ ઓફિસ માં હાજર ફિજીશીયન ડો. પરમાર સર ના ઓનકોલ માર્ગદર્શન મેળવી એમ્બ્યુલન્સ માં સફળતાપૂર્વક ડિલિવરી કરાવી





