MEHSANAVADNAGAR

વડનગર માં તાનારીરી સમાધિના સ્થળ ખાતે ૧૦ અને ૧૧ નવેમ્બરે તાનારીરી મહોત્સવ યોજાશે.

મહોત્સવના અનુસંધાને તૈયારીના ભાગ રૂપે બેઠક યોજાઈ

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર

 

 

મહેસાણાના ઉપક્રમે ગુજરાતની અલૌકિક સંગીત બેલડી તાનારીરીની સ્મૃતિમાં વડનગર ખાતે દસમી અને 11મી નવેમ્બર 2024 ના રોજ તાનારીરી મહોત્સવ ૨૦૨૪ યોજાનાર છે. જેના પૂર્વ તૈયારીની બેઠક કલેકટર  એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

આ બેઠકમાં કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી  ડો. હસરત જૈસ્મિને મહોત્સવ સંદર્ભે સંબંધિત અધિકારીઓ પાસે તૈયારીની વિગતો માંગી હતી તેમજ જરૂરી સૂચનો કર્યા હતા . ઉલ્લેખનીય છે કે પ્રવાસનમંત્રી  મુળુભાઈ બેરા અને રમતગમત અને યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી  હર્ષભાઈ સંઘવી ના અધ્યક્ષ સ્થાને ૧૦ મી નવેમ્બરના રોજ તાનારીરી સમાધિ સ્થળ, ઘાસકોર દરવાજા, વડનગર ખાતે તાનારીરી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે .મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૧મી નવેમ્બર સોમવાર ના દિવસે તાનારીરી એવોર્ડ વિતરણ અને સન્માન સમારોહ યોજાશે.

આ વર્ષે ત્રીજા દિવસે પણ કાર્યક્રમ યોજાશે જેમાં સંસ્કાર ભારતી મહેસાણા દ્વારા તાનારીરી અંગે સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે . કલેકટરે તાનારીરી સમાધિના સ્થળની કાર્યક્રમની મુલાકાત લીધી હતી તેમજ સમગ્ર તૈયારીઓ વિશે પણ લોડલ ઓફિસર પાસેથી માહિતી   મેળવી હતી.તાનારીરીમહોત્સવમાં પ્રજાજનો વધારે રસ પૂર્વક કાર્યક્રમ માણી શકે તેનું ધ્યાન રાખવા પણ સંબંધિતોને સૂચનો કર્યા હતા . રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર  એમ.નાગરાજને જિલ્લા વાસીઓને આ બે દિવસના મહોત્સવમાં ભાવભીનું જાહેર નિમંત્રણ આપ્યું છે.

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક  ચાવડા ,પ્રાંત અધિકારી  ઋતુરાજસિંહ જાદવ, પ્રાંત અધિકારી  દેવાંગભાઈ રાઠોડ ,શ્રી ટાંક તેમજ સંબંધિત સર્વે અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!