
વિજાપુર સાબરમતી નદી વિસ્તાર અને હિરપુરા બેરેજ નજીક ના વિસ્તાર ને આગામી ત્રણ દિવસ ભારે વરસાદ ની આગાહી ને લઈ ડિઝાસ્ટર વિભાગે સૂચના જાહેર કરી
માછલી પકડવા આવતા લોકો તેમજ સાબરમતી નદી નજીક કોઈએ જવુ નહિ તેવુ જાહેરનામુ બહાર પાડી ચેતવણી અપાઈ
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મામલતદાર એજ્યુકેટીવ મેજિસ્ટ્રેટ કાર્યલય ડિઝાસ્ટર વિભાગ દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર વડનગર સુજલામ સુફલામ્ પેટા વિભાગ 3 ના પત્ર મુજબ આગામી ત્રણ દિવસ તા 5,6,7 સપ્ટેમ્બર ના રોજ સુધી ભારે વરસાદ ની આગાહી હોવાથી ધરોઈ ડેમ માંથી વધારે પાણી છોડવા ની શક્યતાઓ હોવાથી અગાઉ એક લાખ ક્યુસેક પાણી સાબરમતી માં છોડવા માં આવ્યું હતું. જે આ વખતે વરસાદ ની સ્થિતિ મુજબ ત્રણ લાખ થી વધુ ક્યુસેક પાણી છોડવા ની શક્યતાઓ ને કારણે જે પાણી નો જથ્થો નદી ના પટ વિસ્તારો માં થઈને હિરપુરા બરેજ ઉપરથી આગળ વધે છે. આવા વખતે લોકો હિરપુરા બેરેઝ અન્ય જોખમી સ્થળો એ પાણી જોવા ભીડ એકત્રીત થતી હોય છે તેમજ કેટલાક લોકો નદીના પ્રવાહ મા માછલી પકડવા જોખમી પ્રયત્નો કરવા આવતા હોય છે. જેથી આગામી ત્રણ દિવસો મા ભારે વરસાદ ની આગાહી ધ્યાન માં મામલતદાર ડિઝાસ્ટર વિભાગે તાલુકા ના સાબરમતી નદી કિનારા ના હેઠ વાસ અને કાંઠા ના નીચાણ વાળા વિસ્તારો ને નદી પટ માં રહેલ માલ સામાન તેમજ મશીનરી ખસેડી લેવા સબંધિત ગામો ના તલાટી તેમજ સરપંચ તેમજ વહીવટદાર સહિતને હેડ ક્વાર્ટર સ્થળે હાજર રહેવા તેમજ હેડ ક્વાર્ટર નહિ છોડવા ની સુચના આપવામાં આવી છે.





