MEHSANA

વિજાપુર પાલિકાના સરક્યુલર ઠરાવ ને મુદ્દે સદસ્યો કોર્ટના દ્વાર ખટ ખટાવ્યા

વિજાપુર પાલિકાના સરક્યુલર ઠરાવ ને મુદ્દે સદસ્યો કોર્ટના દ્વાર ખટ ખટાવ્યા
સદસ્યો ને ભ્રમ માં મૂકવા પ્રમુખ રેણુસિંહે સરક્યુલર ઠરાવ ફેરવ્યો
એપીએમસી પ્રતિનિધિત્વ મુદ્દે સરક્યુલર ઠરાવ ફેરવ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પાલિકા દ્વારા એપીએમસી ના પ્રતિનિધિત્વ ના મુદ્દે પાલિકા માં માર્ચ 2018 માં થયેલ પ્રતિનિધિત્વ ના ઠરાવ ને અનુમોદન માટે કાયદાકીય માહિતી મેળવ્યા સિવાય એકાએક સરક્યુલર ઠરાવ ફેરવવા માં આવતા સ્થાનીક રાજકારણમાં ગરમાવો ઉભો થયો છે જોકે આની સામે ત્રણ જેટલા સદસ્યો દ્વારા સરક્યુલર ઠરાવ કરી ખોટો ભ્રમ ઉભો થતો હોઈ કોર્ટના દ્વારે ગયા હોવાનું માલૂમ પડ્યું છે જોકે આ અગાઉ એપીએમસી માં ડિરેક્ટર તરીકે ખેડૂત પેનલમાં ચુંટાયેલા પૂર્વ ધારાસભ્ય પીઆઇ પટેલ દ્વારા કાયદાકીય સલાહ લઈને તેની સામે કાયદાનો શસ્ત્ર ઉઠાવ્યો છે જેમાં પૂર્વ ધારાસભ્ય પીઆઇ પટેલે પાલિકા માં એપીએમસી માટે ના પ્રતિનિધિત્વ બાબતે થયેલા ઠરાવો ની વર્ષ તારીખ સાથે ની માહિતી માંગી ને કાયદેસર ની કાર્યવાહી માટે પ્રક્રિયા હાથ ધરી છે જેને કારણે રાજકીય માહોલ માં ગરમી ઉભી થવા પામી છે આ અંગેની મળતી માહિતી મુજબ પાલિકા ના પ્રમુખ રેણુસિંહ ઠાકોર ના પ્રમુખ સ્થાનેથી તા ૨૧/૦૩/૨૦૧૮ ના રોજ થયેલ ઠરાવ નમ્બર ૨૦ માં એપીએમસી ના પ્રતિનિધિત્વ માટે ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં તે સમયે ગાંડાભાઈ બેહચર ભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી જે અંતર્ગત માહિતી મોકલવા માટે જીલ્લા રજીસ્ટ્રાર ચૂંટણી અધિકારી એ ચીફ ઓફિસર પાસે માહિતી માંગી હતી જે માહિતી અંતર્ગત ચીફ ઓફિસરે જૂના ઠરાવનંબર ૨૦ વર્ષ ૨૦૧૮ ની માહિતી મોકલી આપતા જેની સામે પૂર્વ ધારાસભ્ય પીઆઇ પટેલે ચીફ ઓફિસર જયેશભાઇ પટેલને એપીએમસી માટે મૂકવામાં આવેલા પ્રતિનિધિ ગેરકાયદેસરની હોઈ રદ્દ કરવા માટે અને નવી નિમણૂક માટે કાયદેસર ની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યું હતુંકે વિજાપુર એપીએમસી ની ચૂંટણી ૧૭/૦૮/૨૦૨૨ ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરીને ચૂંટણી યોજાઈ હતી જેમાં પાલિકા દ્વારા પટેલ ગાંડાલાલ બેહચર દાસ ને ગેરકાયદેસર કાયદાકીય પ્રક્રિયા સિવાય નામ મોકલેલ હોઈ સામાન્ય સભા બોલાવી ઠરાવ કરી નવી નિમણુંક કરવા રજૂઆત કરવામાં આવી હતી પાલિકા માં ૧૦/૧૦/૨૦૨૨ ની સામાન્ય સભા માં એપીએમસી ના પ્રતિનિધિત્વ માટે નવીન કોઈ ઠરાવ કરવામાં આવ્યો નથી જેથી ગેરકાયદેસર રીતે માહિતી રજૂ કરેલ હોઈ ગાંડલાલ પટેલ નું નામ રદ્દ કરી સામાન્ય સભા બોલાવી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે માટેની લેખિત રજૂઆત કરવામાં આવી છે તો બીજી તરફ અગાઉ ના ઠરાવ ને અનુમોદન માટે મોકલવામાં સરક્યુલર ઠરાવ નો કેટલાક સદસ્યો દ્વારા વિરોધ કરી કોર્ટમાં તથા કલેક્ટરમાં પિટિશન દાખલ કરવા અંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેને પ્રમુખ સ્થાને થી ફેરવવામાં આવેલો સરક્યુલર ઠરાવ કેટલો વ્યાજબી છે અને તેની કાયદેસરતા શું છે તે વાતને લઈને સ્થાનીક રાજકારણ ગરમાયુ છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Check Also
Close
Back to top button
error: Content is protected !!