MEHSANAVIJAPUR

વિજાપુર ગવાડા ગામે ચાલુ મૂકીને ગયેલ ડમ્પર રગડતા શેરડી રસ નો કોલો અને એક્ટિવા શેડ નુ કચ્ચરધાણ કરી મૂકતા પાર્લર માલિકે ફરીયાદ નોંધાવી

વિજાપુર ગવાડા ગામે ચાલુ મૂકીને ગયેલ ડમ્પર રગડતા શેરડી રસ નો કોલો અને એક્ટિવા શેડ નુ કચ્ચરધાણ કરી મૂકતા પાર્લર માલિકે ફરીયાદ નોંધાવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગવાડા ગામે રવિવારે સવારે ડમ્પર ને ચાલુ રાખી બેદરકારી રાખી ડમ્પર માંથી ચાલક ઉતરી જતાં ડમ્પર રગડી પડતાં પાર્લર આગળ મૂકેલ એક્ટિવા તેમજ શેરડી નો કોલો પાર્લર આગળ મૂકેલા બાંકડા સહિત ઉપર ફરીવળતાં રૂપિયા ૧,૬૦,૦૦૦/- નુ નુકશાન કરતા પોલીસ મથકે મેહુલજી ઠાકોરે ડમ્પર નંબર જીજે ૧૨ બીવાય ૬૩૮૦ ના ચાલક સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગવાડા સ્ટેન્ડ પાસે ખોડિયાર પાર્લર ચલાવતા મેહૂલજી ઠાકોર ગત રવિવારે સવારે પોતાની ચા ની કીટલી ઉપર ચા બનાવતા હતા. તે સમયે ડમ્પર નંબર જીજે ૧૨ બી.વાય ૬૩૮૦ ના ચાલક સાઈડ લાઈટ બંધ રાખી તેમજ ડમ્પર ચાલુ મૂકીને ઉતરી જતાં રોડ ઉપર ના ઢલાણ થી ડમ્પર રગડતાં શેડ રસ નો કૉલો એક્ટિવા તેમજ બાંકડા સહિત ઉપર ફરીવળતા સાધનો નુ કચ્ચરધાણ નિકળી ગયુ હતુ. કુલ રૂપિયા એક લાખ સાઇઠ હજાર નુ નુકશાન થતા મેહૂલજી ઠકોરે ચાલક સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!