
વિજાપુર લઘુમતી સમાજ ના લોકોએ રોડ અને ગટર ના પ્રશ્ને પાલીકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી પાલિકાને ઘેરી
મુસ્લીમ સમાજના અગ્રણી તબરેઝ સૈયદે કરી રજૂઆત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના લઘુમતી વિસ્તાર માં ઉભરાતી ગટરો અને તૂટેલા રોડના પ્રશ્ને પાલીકા ચીફ ઓફિસર અલ્પેશ ભાઈ પટેલને આવેદનપત્ર આપી પાલિકાને ઘેરી લીધી હતી. રેલી ચક્કર વિસ્તાર માંથી નીકળી વિવિધ વિસ્તારો મા ફરી પાલીકા મા પોહચી હતી. જ્યાં પાલીકા ચીફ ઓફિસર સમક્ષ આવેદનપત્ર તબરેજ સૈયદે આપી લઘુમતી વિસ્તારો મા ગટર અને તૂટેલા રોડના પ્રશ્ન રજૂઆત કરી હતી. રજૂઆત કરતા જણાવ્યું હતું કે શહેરના હુસેની ચોક, સાંથ બજાર, વ્હોરવાડ, ચબૂતરારોડ, કસ્બા વિસ્તાર ,જાજનવાડો , અશરફી ચોક, સોનીવાડા , પટેલવાડા, બંગલા વિસ્તાર, કસાઈ વાડો, વૈદ્યનો માઢ, ચિશ્તી વાડો, મોમનવાડો, ચક્કર, આશિયાના સોસાયટી, હૈદરી ચોક, સૈયદવાડો, શેર અલી દાદા ચોક, મહાબિબી ની ફળી સહિતના વિસ્તારો મા નાખેલી ભૂગર્ભ ગટરો માંથી ગટરો નુ ગંદુ પાણી વહીને બહાર નીકળે છે. અને તમામ વિસ્તાર ના રોડો ઉપર મસમોટા ખાડા ઓ પડી ગયેલા કેટલીક ખુલ્લી ગટરો હોવાથી વરસાદ ના પાણી થી ઢંકાઈ જતી હોય છે તે પ્રશ્ન નો સત્વરે ઉકેલ લાવવામાં આવે તેવી રહિશો ની માંગ છે માંગણી સાથે નો આવેદનપત્ર સ્વીકારતા ચીફ ઓફિસર અલ્પેશ ભાઈ પટેલે રજૂઆત કરતાઓને દિલાસો આપ્યો હતો. અને એસ આઇ દિનેશ ભાઈ પટેલ ને અને મનીષા બેન રાઠોડ ને ઓફિસ મા બોલાવી સત્વરે પ્રશ્ન નો નિરાકરણ લાવવા સૂચના ઓ આપી હતી. રોડ ના પ્રશ્ન યોગ્ય તપાસ કરી ને નવીન રોડ બનાવવા ની ખત્રી આપી હતી.







