ARAVALLIGUJARATMODASA

ભિલોડાના મઉ ગામે એક રહેણાંક મકાનમાં આગની ઘટના – મોડાસા પાર્થ ડુપ્લેક્સ સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલ કારમાં આગ લાગવાની ઘટના 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ભિલોડાના મઉ ગામે એક રહેણાંક મકાનમાં આગની ઘટના – મોડાસા પાર્થ ડુપ્લેક્સ સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલ કારમાં આગ લાગવાની ઘટના

દિવાળીનો તહેવાર પૂર્ણ થતા જ આગ લાગવાની ઘટનાઓ ધીરે ધીરે સામે આવે છે ત્યારે ભિલોડા તાલુકાના મઉં ગામમાં આરોગ્ય કર્મચારી સંજયભાઈ બારોટના ઘરે અચાનક આગ લાગતા અફરા તફરી મચી હતી જેમાં મકાનમાં શોર્ટ સર્કિટ સર્જાતા આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી આગ લાગતા મોડાસા નગર પાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ વધુમાં આગની ઘટનાને લઈ અફરાતફરી નો માહોલ સર્જાયો આગની જપેટમાં ઘરમાં રહેલ ઘરવખરી બળીને ખાખ થઇ ગઈ હતી

-આગની બીજી ઘટના-

મોડાસા ના પાર્થ ડુપ્લેક્સ સોસાયટી માં ઘર પાસે પાર્ક કરેલી કાર માં અચાનક આગ લાગતાં દોડા દોડી સર્જાઈ હતી ચૌહાણ જીતેન્દ્ર ભાઈ ભીખા ભાઈની બ્રેઝા કારમાં અચાનક આગ લાગતાં મોડાસા ફાયર ટીમ ને જાણ કરાઇ હતી ફાયર ટિમ ઘટના સ્થળે પોહચી હતી ફાયરની ટીમે ભારે જહેમત બાદ કાર માં લાગેલી આગ પર કાબુ મેળવ્યો આગ લાગતાં સમગ્ર કાર બળી ને ભડથું થઈ આમ અરવલ્લી જિલ્લામાં અલગ અલગ બે જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી

Back to top button
error: Content is protected !!