MEHSANAVADNAGAR

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ના વરદ હસ્તે રૂ. ૩૩.૫૦ કરોડના ખર્ચે નિર્મિત વડનગર રમત સંકુલનું લોકાર્પણ કરશે.

આ સંકુલ ખેલાડીઓ માટે લેન્ડમાર્ક સાબિત થાય તેવું છે

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,વડનગર

 

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે રૂ. ૩૩.૫૦ કરોડના ખર્ચે બનેલા તાલુકા કક્ષાના રમત સંકુલ વડનગર રમત સંકુલનું લોકાર્પણ તારીખ ૧૬ મી જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ કરવામાં આવશે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત સ્પોટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા નિર્મિત સંકુલમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, એથ્લેટિક્સ, ફૂટબોલ, વોલીબોલ, કબડી, ખો-ખો, જુડો જેવી રમતો માટે જિલ્લા, તાલુકા અને રાજ્ય તેમજ નેશનલ કક્ષા સુધીના ખેલાડીઓને રમી શકાય તેવા મેદાનો જેવી સગવડ મળી રહેશે. આ રમતોના કોચિંગ સેન્ટરની ક્ષમતા ધરાવતું આ સંકુલ ખેલાડીઓ માટે લેન્ડમાર્ક સાબિત થાય તેવું છે જેનાથી ખેલાડીઓને માત્ર સગવડો અને સુવિધાઓ પણ ઉપલબ્ધ થવાની છે.

મહેસાણા જિલ્લાના વડનગરમાં કુલ ૩૪૨૩૫ ચોરસ મીટર જમીનમાં બનેલા વડનગર રમત સંકુલમાં રૂ.૯.૨૫ કરોડના ખર્ચે બનેલ મેદાનમાં આઉટડોર રમત જેવી કે ૪૦૦ મી. સિન્થેટીક એથ્લેટિક ટ્રેક, વોલીબોલ ગ્રાઉન્ડ, એસ્ટ્રોટર્ફ ફૂટબોલ ગ્રાઉન્ડ, કબડ્ડી અને ખો-ખો સહિત રમત રમાશે. રૂ.૩.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ મલ્ટીપર્પઝ ઇન્ડોરમાં ઇન્ડોર રમતો જેવી કે બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ વિગેરે ઇન્ડોર રમતોની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

૭.૦૧ કરોડના ખર્ચે સંકુલના કેમ્પસ ડેવલોપમેન્ટમાં સ્ટોર્મ વોટર ડ્રેઈનેજ, હેરીટેઝ મેઈન ગેટ, સિક્યુરીટી કેબીન તથા ઇલેક્ટ્રિક રૂમ, કમ્પાઉન્ડ વોલ, આંતરિક રસ્તા, જનરલ ટોઇલેટ બ્લોક, પાર્કિંગ શેડ તેમજ લેન્ડસ્કેપિંગની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. રૂ.૧૩.૭૪ કરોડના ખર્ચે સંકુલમાં ૨૦૦ બેડ (૧૦૦ બોયઝ + ૧૦૦ ગર્લ્સ) ની ક્ષમતા ધરાવતી સ્પોર્ટ્સ હોસ્ટેલની કામગીરી હાલમાં પૂર્ણ થયેલ છે.

કોચ ઓફિસ, રેક્ટર ક્વાર્ટર, વિઝીટર રૂમ, સુઈટ રૂમ, સ્પેશિયલ રૂમ, રીક્રીયેશન રૂમ, ઈલેક્ટ્રીક રૂમ, કિચન, ડાયનીંગ રૂમ. પેન્ટ્રી, સ્ટોર રૂમ, વોશ રૂમ, ચેન્જ રૂમ તથા ટોઇલેટ બ્લોક(બોયઝ+ગર્લ્સ), સોલાર સિસ્ટમ, આર.ઓ. સિસ્ટમ, સી.સી.ટી.વી., રસોડામાં અદ્યતન ઉપકરણો જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પાછળ કુલ રૂ.૩૩.૫૦ કરોડનો ખર્ચ થવા પામેલ છે જ્યાં આર્ટિફિશિયલ ગ્રાસી ફૂટબોલ મેદાન તેમજ એથ્લેટિક્સ માટે પણ મોકળુ મેદાન મળશે એમ જિલ્લા રમત ગમત અધિકારી વિરલભાઈ ચૌધરી જણાવેલ.

Back to top button
error: Content is protected !!