MEHSANAVIJAPUR

વિજાપુર દોશીવાડા થી ચક્કર હુસેની ચોક મોમનવાડા વિસ્તાર મા ખાડે જ ખાડા રહીશો પરેશાન આગામી તહેવાર ને લઈ ખાડા અને ખાડા મા ભરાતું ગંદુ પાણી નો નિકાલ કરવા રહીશો ની માંગ

વિજાપુર દોશીવાડા થી ચક્કર હુસેની ચોક મોમનવાડા વિસ્તાર મા ખાડે જ ખાડા રહીશો પરેશાન
આગામી તહેવાર ને લઈ ખાડા અને ખાડા મા ભરાતું ગંદુ પાણી નો નિકાલ કરવા રહીશો ની માંગ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર દોશીવાડા થી ચક્કર અને હુસેની ચોક થી મોમનવાડા થી ચક્કર તરફ જતા રોડ ઉપર મસ મોટા ખાડાઓ પડી ગયા હોવા છતાં નઘરોળ પાલીકા ની ઊંઘ ઊડતી નથી. વારંવાર પાલીકા મા રજૂઆતો થાય છે. તો પણ પાલીકા ને જાણે કોઈ કામ કરવાની પડી જ નથી તેમ ઓફિસો બેસી ગપ્પા મારી રહી છે. બાલ્યા માઢ થી ચક્કર નો રોડ પાલીકા એ જેતે સમયે બનાવવા ની કામગીરી ચાલુ કરી હતી. તેમાં પણ દોશીવાડા ના દરવાજા સુધી અડધો બનાવી છોડી દેવામાં આવ્યો છે. દોશીવાડા થી વૈદ્ય નો માઢ અને મહાબીબી ફળી રાઠોડ વાસ મસ્જીદ સુધી રોડ ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે. કે લોકોને અહીથી દ્રીચક્રી વાહન કે ગાડી લઈને નીકળું મુશ્કેલ બને છે. આવી હાલત હુસેની ચોક થી મોમનવાડા ચક્કર સુધી ની છે. પાલીકા આ વિસ્તારો મા સફાઈ કે રોડ ના ખાડા ઓ પૂરવા ની દરકાર લીધી નથી સ્થાનીક રહીશો એ જણાવ્યું હતુ કે પાલીકા દ્વારા આ કદી પણ વિસ્તારો મા સફાઈ કામ ગીરી થતી નથી વારંવાર ગટરો ઉભરાય છે. બહાર ગામ થી આવતા લોકો પણ પાલીકા ના વહીવટી તંત્ર ની વાતો બહાર લઈ જાય છે. પરંતુ પાલીકા ની ઊંઘ ઊડતી નથી. સત્વરે જો પાલીકા દ્વારા રોડ ગટર સહિત ના પ્રશ્ન નો નિકાલ કરવાની માંગ ઉઠી છે જો પ્રશ્ન નો નિકાલ નહી કરવા મા આવે તો આગામી દિવસો મા રહીશો પાલીકા પોહચી ઉગ્ર રજૂઆત કરે તો નવાઈ નહિ

Back to top button
error: Content is protected !!