વિજાપુર વન વિભાગ દ્વારા ખેતીવાડી બજાર તેમજ કોર્ટ અને જનરલ હોસ્પીટલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી નિમિત્તે શહેર મા ખેતીવાડી બજાર સમિતિ ખાતે તેમજ કોર્ટ પટાંગણ મા તેમજ જનરલ હોસ્પીટલ ખાતે વૃક્ષા રોપણ તેમજ સ્વચ્છ પર્યાવરણ ને લઈ પ્લાસ્ટીક નો નહિ વાપરવા તેમજ શુધ્ધ વાતાવરણ માટે નર્સિંગ કોલેજ ના વિદ્યાર્થીઓ અને વિધાર્થિનીઓ ને શપથ લેવડાવ્યા હતા. કોર્ટ ખાતે બાર એસોસિયેશન ના સભ્યો તેમજ અડી સિવિલ જજ અને જયુડિ મેજિસ્ટ્રેટ એસ.એસ અજમેરી બાર એસોસિયેશન ના પ્રમુખ કૃણાલ બારોટ ના હસ્તે વૃક્ષા રોપણ કરાયું હતું જ્યારે ખેતીવાડી બજાર સમિતિ ખાતે ચેરમેન પૂર્વ ધારાસભ્ય કાન્તિ ભાઇ પટેલ ના હસ્તે વૃક્ષા રોપણ કરવા મા આવ્યું હતુ જેમાં 105 જેટલા વૃક્ષો રોપણ કરાયું હતુ તેમજ જનરલ હોસ્પીટલ ખાતે આરોગ્ય અધિકારી ચેતન ભાઈ પ્રજાપતિ અને મુકેશ ભાઈ ચૌહાણ દ્વારા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ ને સ્વચ્છ પર્યાવરણ ને લઈ સંકલ્પ લેવડાવ્યા હતા આ કાર્યક્રમ સિનિયર વકીલો એપીએમસીના કર્મચારીઓ વન વિભાગ ના અધિકારી કર્મચારી રાજકીય આગેવાનો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતાં.