વિજાપુર ગોવિંદપુરા જૂથ પંચાયત ની સરપંચ સભ્યો ની ચૂંટણી નો કરાયો બહિષ્કાર એક ચૂંટણી નો ફોર્મ ભરાયુ નહિ મામલતદાર ને આવેદનપત્ર સુપ્રત કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ગોવિંદપુરા જૂથ પંચાયત ની આઠ ગામો ની પંચાયત જાહેર કરવા મા આવ્યા બાદ આવેલ સરપંચ અને પંચાયતના સદસ્યોની ચૂંટણીમા એક પણ ફોર્મ નહિ ભરી ને ચૂંટણી નો બહિષ્કાર કરી મામલતદાર શૈલેષ સિંહ બારીયા ને આવેદન પત્ર આપી ગ્રામ પંચાયત ની ગ્રામ સભા મા લેવા મા આવેલ નિર્ણયો ઉપર ધ્યાન આપી પાલીકા મા ગયેલ સર્વે નંબરો અને ગોચર જમીન તળાવો પરત કરવા માંગ કરી હતી. અને ગ્રામ પંચાયત ના સરપંચ અને સભ્યો ની ચૂંટણી નો બહિષ્કાર કર્યો હતો. આ અંગે જૂથ પંચાયત હદ વિસ્તાર મણીપુરા ગામના ડાહ્યા ભાઈ પટેલ અને મુલચંદ ભાઈ પટેલે જણાવ્યું હતુકે પાલીકા નો સીમાંકન વધારવા માટે સરકાર દ્વારા 15/1/2025 મા જાહેરનામું પ્રસિધ્ધ કર્યું હતુ. જેમાં જૂથ પંચાયત ના આઠ ગામના સર્વે નંબરો આવતા તમામ જગ્યાઓ ગોચરો એન એ સર્વે નંબરો વગેરે પાલીકા મા લઈ ગયેલ છે. જેના કારણે વહીવટ માટે ગોવિંદપુરા જૂથ પંચાયત પાસે પુરતી જગ્યા નથી તળાવો ગોચર ની જગ્યા તેમજ ટ્યુબવેલ સહિત ની જગ્યાઓ પરત આપો તેવી માંગ કરી હતી. અને સમગ્ર આઠ ગામોએ ભોળા બાપજી ના મંદિરે ગ્રામ સભા કરી પંચાયતના સરપંચ તેમજ સભ્યો ની ચૂંટણી નો બહિષ્કાર કર્યો હતો.