
વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા જનરલ હોસ્પિટલ હોલ ખાતે મચ્છરો થી ફેલાતા રોગો વિશે માર્ગદર્શન શિબિર યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા જનરલ હોસ્પીટલ હોલ ખાતે ચોમાસા ની ઋતુ માં અને ભરાયેલા પાણી માં ઉત્પન્ન થતાં અલગ મચ્છરો ની જાતિ અને પ્રજાતિ ની ઉત્પત્તિ અને તેના કરડવા થી થતી બીમારીઓ વિશે તાલુકા હેલ્થ વિભાગ અને જીલ્લા મેલેરિયા વિભાગ ના માર્ગદર્શન હેઠળ માર્ગદર્શન શિબિર યોજાઈ હતી ડો ચેતન ભાઈ પ્રજાપતિ એ મચ્છરો વિશે માહિતી આપતા જણાવ્યું હતુકે બ્રિટિશ ડો સર રોનાલ્ડ રોસ દ્રારા સૌ પ્રથમ મચ્છર દ્રારા ફેલાતા રોગો બીમારીઓ વિશે સંશોધન કરી મેલેરિયા રોગ વિશે લોકોને માહિત ગાર કર્યા હતા.તેઓએ મચછરજન્ય રોગ મેલેરીયા 20 ઓગસ્ટ 1897 માં શોધી કાઢ્યું હતુ જેને લઇ 20 ઓગસ્ટ ના રોજ ને વિશ્વ મચ્છર મેલેરિયા દિવસ જાહેર કરવા મા આવ્યો હતો.વિશ્વ માં મેલેરિયા મચ્છર ની 420 પ્રજાતિ છે.જેમાં ભારતમાં 58 પ્રજાતિ છે.તેમજ ડેન્ગ્યુ મચ્છર ની 888 પ્રજાતિ છે ભારત માં 111 પ્રજાતિ છે. ક્યુલેક્ષ મચ્છર ની 715 પ્રજાતિ છે ભારત માં 57 પ્રજાતિ છે.. સેન્ફ્લય 23 પ્રજાતિ છે ભારત માં 4 પ્રજાતિ છે.મચ્છર એ નાનકડું ઉડતું કીટક છે.સપાટ શરીર .લાબા પગ ધરાવતું અને મનુષ્ય અને પ્રાણીઓ નુ પોતાની લાંબી સૂંઢ દ્રારા લોહી ચૂસે છે.
વિશ્વ ની અડધી વસ્તી મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકન ગુનિયા જેવા વાહકજન્ય રોગો ના જોખમ હેઠળ છે.
સ્મોલ બાઈટ .બિગ થ્રેટ..નાનો ડંખ .મોટું જોખમ
મચ્છર થી દર વર્ષે 725000 લોકો મૃત્યુ પામે છે.
પુખ્ત મચ્છર 28 થી 30 સેલ સિયસ તાપમાન અને 60 થી 80 ટકા ભેજ વાળા વાતાવરણ માં તેનું વધુ ઉછેર થાય છે.પાણી માં મહતમ તાપમાન 22 થી 28 સેલિયસ ભેજ માં મચ્છર ના ઇંડા પોરા કોશેટો પાણી માં ત્રણ અવસ્થામચ્છર નું આયુષ્ય ચાર અઠવાડિયા નું હોય છેમચ્છર ને દર ત્રીજા દિવસે ખોરાક ની જરૂર પડે છે . મચ્છરો મા પણ ફક્ત માદા મચ્છર લોહી ચૂસે છે
જ્યારે નર મચ્છર વનસ્પતિ,ફળ અને ફૂલ નો રસ ચૂસે છે મચ્છરો દર સાત દિવસે ઈંડા મૂકે છે.મેલેરિયાનો રોગ એનોફેલીસ માદા મચ્છર દ્રારા ફેલાય છે અને તે મચ્છર
રાત્રે કરડે છે.તેના પાંખ પર કાળા ટપકા હોય છે. અને તેચોખા પાણી માં ઈંડા મૂકે છે.દીવાલ પર આરામ કરતી વખતે 45 ખૂણો બનાવી બેસે છે.માદા મચ્છર દર ત્રીજા દિવસે માણસ ને કરડે છે.મચ્છર ના શરીર માં મેલેરિયા ના પરોપજીવી ના વિકાસ 10 થી 14 દિવસ સમય લે છે.મેલેરિયા નો ચેપી મચ્છર કરડ્યા બાદ 7 થી 12 દિવસ માં અંદર તે વ્યક્તિ ના મેલેરિયા રોગ ના ચિહ્નો દેખાય છે.ડેન્ગ્યુ રોગ એડીસ ઈજીપ્તી મચ્છર થી ફેલાય છે.તેના શરીર કાળા અને શરીર પર સફેદ ટપકા જોવા મળે પગ પર પણ સફેદ પટા જોવા મળે છે
દિવસે કરડે છે.તે પણ ચોખા પાણી માં ઈંડા મૂકે છે
ક્યુલેક્સ મચ્છર થી હાથી પગો રોગ થાય છે. જ્યારે ત્રાસદાયક મચ્છરગંદા પાણી માં થાય છે.તે ખુધ કાઢી ને બેસે છે. તેનાથી બચવા માટે વિવિધ ઉપાયો મા ખુલ્લી જગ્યામાં ગંદુ પાણી કે ચોખ્ખું પાણી નો ભરાવો રાખવો નહિ અને તેનો સત્વરે નિકાલ કરવો જેથી મચ્છરો વધુ ફેલાવો કરી શકે નહિ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન હેલ્થ વિભાગ ના સુપરવાઈઝર
મુકેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.





