
વિજાપુર આઇસીડીએસ દ્વારા ‘પૂર્ણા ઉડાન–2026’ની ઉજવણી, કિશોરીઓ માટે રાસ-ગરબા અને પતંગોત્સવ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આઇસીડીએસ વિભાગ દ્વારા નવીન તાલુકા પંચાયતના પટાંગણ ખાતે ‘પૂર્ણા ઉડાન–2026’ કાર્યક્રમ અંતર્ગત વિજાપુર અને કુકરવાડા ઘટક-૧ અને ૨ના સંયુક્ત ઉપક્રમે પૂર્ણ ઉડાનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાસ-ગરબા તેમજ પતંગોત્સવ યોજાતા ઉજવણીમય માહોલ સર્જાયો હતો.




