GUJARATHALOLPANCHMAHAL

હાલોલ -નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન,48.26 ટકા મતદાન નોંધાયું

 

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૬.૨.૨૦૨૫

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત હાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ મા રવિવારના રોજ યોજાયેલ મતદાન માં ૬, વોર્ડ ની ૧૫ બેઠકો માટે ૩૬ મતદાન મથક પર ૩૬ ઇવીએમ મશીન દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.૧૫ બેઠકો માટે ૨૬ ઉમેદવારો ના ભાવી નો ફેસલો મતદારો એ ઇવીએમ માં સીલ કરી દીધો છે.જ્યારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા ૧૫, બેઠકો માટે ૪૮.૨૬ ટકા ઉપરાંત મતદાન નોંધાયું હતું.જ્યારે છૂટ પુટ બોલાચાલી ની બે ચાર ઘટનાઓ તેમજ વોર્ડ નંબર ૧, માં મતદાન દરમિયાન સવારના સમયે મતદારોને દારૂ વહેંચાતો હોવાના આક્ષેપો સાથેનો વિડીયો વાયરલ થતાં પોલીસ વિભાગ તેમજ તંત્ર હરકતમાં આવી ગયું હતું.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હાલોલ નગરપાલિકાની ૧૫, બેઠકો માટે દિવસ દરમિયાન નિરસ મતદાન જોવા મળ્યું હતું. અગાઉથી જ ૨૧ જેટલી બેઠકો બિનહરીફ થઈ જતા નગરજનોમાં ચૂંટણી લઈને કોઈપણ પ્રકારનું ઉત્સાહ જોવા મળતો ન હતો.જોકે મતદાન દરમિયાન સવારના સમયે વોર્ડ નંબર ૧,માં આવેલ ભરોણા વિસ્તારમાં મતદારોને દારૂ વહેંચાતો હોવાનું માહિતી અપક્ષ ઉમેદવાર ને મળતા અપક્ષ મહિલા ઉમેદવાર તે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ત્યાં દારૂ વેચાતો હોવાનું જણાઈ આવતા તાબડતોબ તેનો વિડીયો બનાવી બનાવની જાણ હાલોલ પોલીસને કરાતા પોલીસ ઘટના દોડી આવી હતી.પોલીસે તપાસ કરતા ઘટના સ્થળ પરથી અંદાજિત ૯, બોટલ દારૂ ઝડપી પાડ્યો હતો.પોલીસે મામલો સંભાળી લીધો હતો અને બિન વારસી દારૂ નો જથ્થો કબ્જે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ બનાવ નો વિડીયો સોશિયલ મીડિયા પર દિવસ દરમિયાન વાયરલ થયો હતો જેને લઇને નગરમાં સમગ્ર મુદ્દો ચર્ચાના એરણે રહેવા પામ્યો હતો.જ્યારે વોર્ડ નંબર ૧, માં મતદારોને દારૂ વહેંચાતો હોવા ની ઘટનામાં પોલીસે દારૂ કબજે લઈને મોડી સાંજે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હોવાનું હાલોલ ના પી.આઇ.એ જણાવ્યું હતું.જ્યારે મતદારોને દારૂ વહેંચવો એક પ્રકાર એ મતદારોને મતદાન કરવા પ્રલોભન આપવા બરાબર હોય આચારસંહિતા ભંગ હેઠળ કાર્યવાહી અંગે હાલોલ નગરપાલિકાના ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું. કે આ અંગે આદર્શ આચારસંહિતા ના નોડેલ ઓફિસર પાસેથી રિપોર્ટ માંગ્યો છે તેના આધારે તેમજ વાયરલ થયેલા વીડિયોના આધારે આચાર સહિતા ભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!