MEHSANAVIJAPUR

વિજાપુર ખરોડ રાણીયાપુરા પરા મા ઘરના ધાબા ઉપર કોઈને જતો જોવા ગયેલ યુવકને પોતાના કૌટુંબીક સગાઓ એ માથા ના ભાગે લાકડા નુ બોથડ મારી મોત નિપજાવતા ચાર સામે ફરીયાદ

વિજાપુર ખરોડ રાણીયાપુરા પરા મા ઘરના ધાબા ઉપર કોઈને જતો જોવા ગયેલ યુવકને પોતાના કૌટુંબીક સગાઓ એ માથા ના ભાગે લાકડા નુ બોથડ મારી મોત નિપજાવતા ચાર સામે ફરીયાદ

મૃતક રમેશસિંહ ઝાલા ની તસ્વીર
સરકારી જનરલ હોસ્પીટલ ખાતે પીએમ કરાયું પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હત્યારો ફરાર
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ખરોડ અને લાડોલ વચ્ચે આવેલ રાણીયાપુરા પરા મા એકજ કૌટુંબીક ભાઈઓના આજુબાજુ આવેલ ઘરના ધાબા ઉપર સોમવાર ના રાત્રીના બાર વાગે કોઈને જતો જઈ રહ્યા હોવાનો ભાસ થતા ધાબા ઉપર જોવા ગયેલ બાજુના ઘરની સીડી ઉતરી કોઈ ને જતો જોતા જોઈ રહેલ તે સમયે ધાબા ઉપર થી પાછા ફરતા બાજુમાં રહેતા કૌટુંબીક ભાઈ અને ભાભી સુઈ રહ્યા હતા તે સમયે ખાટલાને પગ અથડાઈ જતા મંગળવારે સવારે બોલાચાલી થઇ હતી જે ઉગ્ર રૂપ ધારણ કરતા કૌટુંબીક ભાઈ દીપક સિંહ એ તને હવે છોડવા નો નથી તેમ કહી બાજુમાં પડેલો લાકડા નો બોથડ વડે રમેશ સિંહ ના માથાના ભાગે મારતાં લોહી નીકળતા તેમને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પીટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં બપોરે સારવાર દરમ્યાન ડોકટરે મૃત જાહેર કરતા મૃતક ના દેહ ને પીએમ માટે સરકારી જનરલ હોસ્પીટલ મા લાવવા મા આવ્યા હતા. પોલીસ સૂત્રો ના જણાવ્યા મુજબ ખરોડ નજીક રાણીયાપુરા ગામના રમેશસિંહ બાબુ સિંહ ઝાલા પશુ પાલન ને ખેતી નો ધંધો કરતા હતા. તેમના પરીવાર નો ગુજરાન ચલાવતા હતા. ગત રાત્રીના સોમવારે ઘર ના ધાબા પરથી રાત્રીના સમયે કોઈને જતો જોઈ જતા તેઓ ધાબા ઉપર જોવા માટે ગયા હતા બાજુના ઘરની સીડી ઉતરી કોઈ જતુ રહેલ હતુ. ઘરની બાજુના ધાબા ઉપર કૌટુંબીક ભાઇ અને ભાભી સૂતેલા હતા. તેમના ખાટલા ને રમેશ સિંહ ઝાલા નો પગ અથડાઈ જતા તેમના કૌટુંબીક ભાઈ દશરથ સિંહ ગુસ્સે થઈ ને કહેવા લાગેલા શું તું અમને જોવા આવ્યો હતો. કહી ઝગડો કર્યો હતો સવારે સાત વાગે રાત ના બનાવ ને લઈ દિપક સિંહ દશરથ સિંહ ઝાલા તેમજ કિશન સિંહ દશરથ સિંહ ઝાલા તેમજ દશરથ સિંહ સરતન સિંહ ઝાલા તેમજ કિરણ બેન દશરથ સિંહ ઝાલા ઘરે આવી ઝઘડો કર્યો હતો. ઝઘડા છોડવા પડેલા રમેશ સિંહ ના પિતા ને ધક્કો મારી પાડી દીધા હતા જ્યારે કિશન સિંહે રમેશ સિંહ ને પકડી રાખતા તેના ભાઈ દીપક સિંહે લાકડા નો બોથડ માથાના ભાગે મારી ઈજા કરતા રમેશ સિંહ ને સારવાર માટે ખાનગી દવાખાને લઇ જવાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતુ જે મુજબની ચાર જણાં સામે મૃતક ના પત્ની ભાવના બેન રમેશ સિંહ ઝાલા એ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેની તપાસ પોલીસ ઇન્સ્પેકટર વનરાજ સિંહ ચાવડાએ વધુ તપાસ હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!