વિજાપુર કુકરવાડા ગામે વડાપ્રધાનના જન્મ દિવસ ઉજવણીના ભાગ રૂપે બિલેશ્વર મહાદેવ ખાતે પૂજા અર્ચના અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પોષણ કીટો નુ વિતરણ કરાયું
સ્વસ્થ નારી સશક્ત નારી અભિયાન નો પ્રારંભ કરાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે બિલેશ્વર મહાદેવ ના મંદિર ખાતે વડાપ્રધાન ના સ્વસ્થ્ય માટે લાંબી દીર્ઘાયુ માટે પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર કુકરવાડા ખાતે સ્વસ્થ નારી સ્વસ્થ પરિવાર અભિયાન અંતર્ગત રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં જિલ્લા આરોગ્યતંત્ર અને તાલુકા હેલ્થ કચેરી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સ્વચ્છ નારી સશક્ત નારી અભિયાન નો પ્રારંભ તાલુકાના ધારાસભ્ય ડો સી જે ચાવડા વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું કરાયું હતુ તેમજ સાથોસાથ દર્દીઓ માટે રોગ નિદાન કેમ્પ નું આયોજન કરાયું હતું સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મહિલાઓ માટે વિવિધ રોગ નિદાન તેમજ શિબિર બાળકો માટે મહામમતા દિવસ અંતર્ગત રસીકરણ ,એનિમિયા મહિલા અને બાળકોને ટી 3 કેમ્પ નું આયોજન કરાયું હતુ.તેમજ પોષણ મહિનો ઉજવવાનું નક્કી કરવા માં આવ્યું હતું. ટીબી ના દર્દીઓ માટે નિશ્ચય પોષણ કીટ આપવા સારું ની નિશ્ચય મિત્રો બનાવવા પીએમજે એ વાય કાર્ડ અને આભા વિના કોઈ વંચિત ન રહી જાય તે સારું આયોજન કરવામાં આવ્યું હતુ . યોજવામાં આવેલ રોગ નિદાન કેમ્પ મા કુલ 285 લાભાર્થીઓએ લાભ લીધો હતો 17 જેટલા પી એમ જે એ વાય કાર્ડ કાઢવામાં આવ્યા હતા.સગર્ભા માતાઓ ને પોષણ કીટ આપવામાં આવી હતી . તેમજ ટી બી ના દર્દીઓને પણ પોષણ કીટ આપવામાં આવી હતી અને પ્રધાનમંત્રી વય વંદના પ્રોગ્રામ અંતર્ગત 70 પ્લસ ઉંમરના લાભાર્થીઓને પીએમ જે એ વાય કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારા સભ્ય ડો સી.જે ચાવડા તથા મહેસાણા ભાજપ યુવા મોરચાના પ્રમુખ મયુર પટેલ,પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પીઆઇ પટેલ, ભાજપ તાલુકા પ્રમુખ હાર્દિક પટેલ ,જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ભરતભાઈ પટેલ તાલુકા સદસ્ય ચેતનભાઇ પટેલ કુકરવાડા નાગરિક બેંકના ચેરમેન કીર્તિભાઈ પટેલ એ પી એમ સી વાઇસ ચેરમેન દશરથભાઈ પટેલ તેમજ વિજાપુર મામલતદાર તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ તેમજ અધિક્ષક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડો કાજલબેન ભાડવા ઉપસ્થિત રહ્યા હતા.તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ભાઈ ચૌહાણ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતુ. અને પા.આ કે કેન્દ્ર સોખડાના સ્ટાફ દ્વારા તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર કરવાના સ્ટાફ દ્વારા પ્રોગ્રામને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.