વિજાપુર નગરપાલિકા તંત્ર દ્વારા શહેરી વિસ્તારમાં જાહેર રોડ પર પીવાનું પાણી ઢોળતા લોકો સામે લાલ આંખ
પાણી ઢોળતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગર પાલિકા ને રોડ ઉપર થઈ રહેલા કાદવ કીચડ અને ખુલ્લા નળ માંથી ઘણા વિસ્તારો મા પીવાનો પાણી રોડ ઉપર વેડફાટ કરવાની માહિતી મળતા તંત્ર આવી તપાસ હાથ ધરી હતી. જેમાં પાલીકા વોર્ડ 1 થી 3 વોર્ડ વિસ્તાર ફરતા આઠ જેટલા રહીશો પીવાના પાણી વેડફાટ કરતા મળી આવ્યા હતા. જેને લઇને પાણી પુરવઠા વિભાગ ના કર્મચારી પાર્થ પટેલે દરેક્ને નોટિસ આપી રૂપિયા અઢીસો લેખે રૂપિયા બે હજાર ની વસૂલાત કરી હતી. આ અંગે પાલીકા ના કર્મચારી પાર્થ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમય થી પાલીકા મા અલગ વિસ્તારો મા રોડ ઉપર ખુલ્લા નળ અને પાણી નો રોડ ઉપર વેડફાટ ની ફરિયાદો આવી હતી. જેને ચીફ ઓફિસર દ્વારા તપાસની સૂચના મળતાં પાલીકા ની ટીમ સ્થળે પોહચી હતી. જ્યાં કેટલીક જગ્યાએ ખુલ્લા નળ અને પાણી નો વેડફાટ કરતા લોકો જણાઈ આવ્યા હતા. જેમને રૂપિયા 250 લેખે દંડ આપી પાણી રોડ ઉપર નહિ ઢોળવા ની સૂચના અને નોટિસ આપી છે. હજુ પણ કેટલાક વિસ્તારોની ફરિયાદો છે જેને લઇ આગામી દિવસ ફરી આવી ચેકીંગ હાથ ધરવામાં આવશે અને જે લોકો ખુલ્લા નળ રાખી અને રોડ ઉપર પાણી ઢોળતા દેખાશે તેમની સામે કડક પગલાં ભરવાની સૂચના મળેલી છે. તે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જોકે હાલ માં આઠ જણા ને સામે કરેલી કાર્યવાહી ને લઈ પાણી ઢોળતા લોકો મા સન્નાટો છવાયો છે.