MEHSANAVIJAPUR

વિજાપુર નગરપાલિકા ચૂંટણી: નવી વોર્ડ રચના બાદ ઉમેદવારોની દોડધામ તેજ

વિજાપુર નગરપાલિકા ચૂંટણી: નવી વોર્ડ રચના બાદ ઉમેદવારોની દોડધામ તેજ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગરપાલિકાની નવી વોર્ડ રચના બાદ જાહેર થયેલી ચૂંટણી તારીખને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. આગામી 26 એપ્રિલે યોજાનારી ચૂંટણીને પગલે વિવિધ રાજકીય પક્ષો તથા અપક્ષ ઉમેદવારોમાં જોરદાર હલચલ જોવા મળી રહી છે.
ભાજપ દ્વારા દાવેદારી કરનાર કાર્યકરોની સેન્સ પ્રક્રિયા ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી છે અને ઉમેદવારી માટેના ફોર્મ સ્વીકારવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસ પક્ષે પણ હવે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા તેજ કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા લાડોલ રોડ પર બેઠક યોજી પોતાના ઉમેદવારો ઉભા કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
નગરપાલિકાના કુલ 7 વોર્ડમાં 28 સભ્યો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કુલ 25,988 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વોર્ડ મુજબ મતદારોની વિગત આ પ્રમાણે છે:
વોર્ડ નં. 1: કુલ 2,930 મતદારો (પુરુષ 1,506, સ્ત્રી 1,424)
વોર્ડ નં. 2: કુલ 3,191 મતદારો (પુરુષ 1,654, સ્ત્રી 1,537)
વોર્ડ નં. 3: કુલ 4,247 મતદારો (પુરુષ 2,154, સ્ત્રી 2,089, અન્ય 4)
વોર્ડ નં. 4: કુલ 4,062 મતદારો (પુરુષ 2,114, સ્ત્રી 1,947, અન્ય 1)
વોર્ડ નં. 5: કુલ 4030 મતદારો (પુરુષ 2,089, સ્ત્રી 1,941)
વોર્ડ નં. 6: કુલ 3,740 મતદારો (પુરુષ 1,916, સ્ત્રી 1,824)
વોર્ડ નં. 7: કુલ 3,788 મતદારો (પુરુષ 1,941, સ્ત્રી 1,847)
આ રીતે કુલ 13,374 પુરુષ, 12,609 સ્ત્રી અને 5 અન્ય મળીને કુલ 25,988 મતદારો નોંધાયા છે.
ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો સાથે અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઝંપલાવાની તૈયારીમાં છે, જેના કારણે વિજાપુર શહેરમાં રાજકીય ચહલપહલ તેજ બની છે. હવે અંતિમ ઉમેદવારો જાહેર થતાં જ ચૂંટણી જંગ વધુ રોમાંચક બનવાની સંભાવના છે.

Back to top button
error: Content is protected !!