MEHSANAVIJAPUR

વિજાપુર શ્રીજી હાઈટ્સ સોસાયટી આગળ પાણી ભરાતા લોકો નીકળવું મુશ્કેલ બન્યું સોસાયટી ના રહીશો એ ધારાસભ્ય ને લેખીત રજુઆત કરી

વિજાપુર શ્રીજી હાઈટ્સ સોસાયટી આગળ પાણી ભરાતા લોકો નીકળવું મુશ્કેલ બન્યું સોસાયટી ના રહીશો એ ધારાસભ્ય ને લેખીત રજુઆત કરી
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શ્રીજી હાઈટ્સ સોસાયટી મા 80 જેટલા મકાનો મા પરીવાર જનો સાથે રહે છે. પરંતુ સોસાયટી બહાર નીકળવાના માર્ગ મા પડી ગયેલા ખાડાઓ ના કારણે વરસાદી પાણી ભરાઈ ગયું છે જેના કારણે સ્થાનીક રહેતા લોકોને જવર માટે ભારે પરેશાની મા મુકાવવું પડે છે જેને લઇ રહીશો એ ગોવિંદપુરા જૂથ પંચાયત મા તાલુકા વિકાસ અધિકારી ધારા સભ્ય સહિત ને 16 /7/ 2025 ના રોજ રજૂઆત કરી છે. પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી ઉલટું ગોવિંદપુરા પંચાયતે રહીશો ને ભરાયેલા શોસ કૂવા ને મુદ્દે નોટીસ આપી છે. જનો શ્રીજી હાઈટ્સ સોસાયટી ના પ્રમુખ પ્રદીપ ભાઈ બારોટે જવાબ પણ આપ્યો છે. આ અંગે સોસાયટી ના રહીશો એ જણાવ્યું હતંકે બાજુમાં આવેલ સોસાયટી નો રોડ ઊંચાઈ વાળો છે શ્રીજી હાઈટ્સ નો રોડ નીચાણ વાળો છે અહી વરસાદ ના કારણે રોડ ઉપર ખાડા પડી ગયા છે જેનાથી અવર જવર માટે ભારે તકલીફ ઊભી થાય છે. તંત્ર ને ઘણા સમયથી લેખીત અરજી અને રજૂઆતો કરી છે પરંતુ હજુ કોઈ નિકાલ લવાયો નથી સોસાયટી મા કોઈ રીક્ષા વાળો પણ આવવા તૈયાર નથી વડીલો વૃધ્ધો બાળકોને શાળામાં મૂકવા જવાની તકલીફ પડે છે. તંત્ર પ્રશ્ન નો સત્વરે નિકાલ લાવે તેવી સ્થાનીક રહીશો ની માંગ છે.

Back to top button
error: Content is protected !!