
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા અને તાલુકા આરોગ્ય કચેરી દ્ધારા આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો.

સરકાર દ્ધારા 70 થી વધુ વર્ષના તમામ નાગરિકો માટે 10 લાખ રૂપિયાની મેડિકલ સારવાર વિના મૂલ્યે આપવા માટે આયુષ્યમાન વય વંદના યોજના શરૂ કરવામાં આવેલ છે. જેની જાગૃતિ અને કાર્ડ કઢાવવા માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા અને તાલુકા આરોગ્ય કચેરી મોડાસાના સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ ખાતે કેમ્પ યોજાયો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસીશીએશન મંડળીના સીઇઓ ઈસ્માઈલભાઈ દાદુ અને પ્રમુખ નરેન્દ્રભાઈ શાહ, સુવર્ણ જયંતીના પ્રમુખ રમણભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. રેડક્રોસ દ્ધારા આવેલ મહેમાનોનું બુકે અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું. ઈસ્માઈલભાઈ દાદુએ રેડક્રોસની સેવાઓ બિરદાવી હતી અને સતત 35 વર્ષથી સામાજિક ક્ષેત્રે સેવાઓ આપતા રેડક્રોસના ચેરમેન શ્રી ભરતભાઈ પરમારનું એસોશિએશન તરફથી શાલથી સન્માન કર્યું હતું અને ઇતિહાસ વર્ણવ્યો હતો. આ પ્રસંગે શ્રી કટલરી કરિયાણા એસોશિએશન દ્ધારા રેડક્રોસને રૂ. 21,000/- નો દાનનો ચેક અર્પણ કર્યો હતો તથા શ્રી ઈસ્માઈલભાઈએ રૂ. 11,000/- દાનનો ચેક અર્પણ કર્યો હતો. ચેરમેન ભરતભાઈ પરમારએ આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને સન્માન અને દાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તાલુકા આરોગ્ય કચેરીના નિરવભાઈ પટેલ અને તેમની ટિમ દ્ધારા આવેલ વૃદ્ધ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ કાઢવાની પ્રક્રિયા કરી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે શ્રી કટલરી કરિયાણા એસોશિએશનના સુવર્ણ જયંતિ મંત્રી મુકુન્દ શાહ, મંત્રી ધર્મેન્દ્રભાઈ ભાવસાર, ઉપપ્રમુખ પ્રવિણભાઇ પટેલ અને છોટાલાલ પટેલ, ખજાનચી જીમિત શાહ, મંડળીના વાઇસ ચેરમેન જયેશ ગાંધી, ડિરેક્ટર કિરીટ શેઠ, મનીષભાઈ ભાવસાર, અભિમન્યુભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રેડક્રોસના વિઠ્ઠલભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ અમીન, સ્ટાફગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સુચારું આયોજન કર્યું હતું.





