MEHSANAVIJAPUR

વિજાપુર સુંદરપુરા મહાદેવવાસ મા જૂની દીવાલ ને કોતરતા પડી જતાં મજુરો દટાયા બે ઈજાગ્રસ્તો ને સારવાર માટે ખાનગી દવાખાને લઇ જવાયા એક ની શોધખોળ ચાલુ

વિજાપુર સુંદરપુરા મહાદેવવાસ મા જૂની દીવાલ ને કોતરતા પડી જતાં મજુરો દટાયા બે ઈજાગ્રસ્તો ને સારવાર માટે ખાનગી દવાખાને લઇ જવાયા એક ની શોધખોળ ચાલુ

oppo_0

વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામે મહાદેવવાસ મા નવું મકાન બનાવવા માટે કડીયા કામ ચાલી રહ્યુ હતુ જેના બાજુના મકાનની દીવાલ ધરાશયી થતા તે દીવાલ નીચે કોન્ટ્રાકટર સહિત છ જેટલા મજુરો દટાયા હતા. બનાવ ને પગલે સ્થળ ઉપર સેવાભાવી લોકો સ્થળ ઉપર પહોંચી બચાવ ની કામગીરી શરૂ કરી હતી. આ દરમ્યાન સ્થાનીક ખાનગી એમ્બ્યુલન્સની મદદથી દીવાલ નીચે દટાયેલા ત્રણ મજુરો ને બહાર કાઢી પી એમ માટે સરકારી જનરલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ મારફતે લઈ જવાયા હતા અન્ય દટાયેલા મજુરો ને બહાર કાઢવા કાટમાળ હટાવવા માટે જેસીબીની સહાય લેવા મા આવી હતી. આ સમયે સેવા ભાવી ડોકટર યશ પટેલે પણ ઘટના સ્થળે પોહચી બચાવ ની કામગીરી હાથ ધરી હતી. જ્યારે સ્થાનીક આગેવાન પૂર્વ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ પ્રહલાદ ભાઈ પટેલ પણ બનાવ સ્થળે પોહચી અને દટાયેલા મજુરો શોધખોળ માટે પડેલો કાટમાળ હટાવવા માટે જેસીબી બોલાવી સહાય લીધી હતી બનાવ ને પગલે સમગ્ર સુંદરપુરા ગામ તેમજ જૂના ફુદેડા ગામ માં રહેતા પરીવાર જનો મા શોક ની લાગણી ઊભી થવા પામી હતી બંને મૃતક ના પરીવાર જનરલ હોસ્પિટલ ખાતે આવી પોહચતાં રોકકળ મચાવી હતી. જેને લઇ હર્દય દ્રાવક દૃશ્યો સર્જાયાં હતાં. અંગે મળતી માહિતી મુજબ સુંદરપુરા ગામે દિનેશ ભાઈ ભીખા ભાઈ પટેલ ઘરનો રિનોવેશન નુ કામ ચાલતું હતુ જેનુ કામ નવા ફુદેડા રહેતા હરેશ ભાઈ પટેલ ને કામગીરી સોંપવા મા આવી હતી. હરેશ ભાઈ પટેલ કોન્ટ્રાકટર અને જૂના ફુદેડા મા રહેતા રણજીતજી લક્ષ્મણજી ઠાકોર અને જીતેન્દ્રજી મંગાજી ઠાકોર તેમજ બાબુભાઈ સુર્યા ભાઈ ભુરીયા તેમજ અન્ય બે લોકો મકાન નુ દીવાલ નુ કોતરકામ સાથે ચણતર કામ કરી રહ્યા હતા તે દરમ્યાન બાજુની દિવાલ ધરાશયી થતા છ મજૂરો દટાયા હતા. જેમાં રણજીતજી ઠાકોર તેમજ જીતેન્દ્રજી ઠાકોર એને બાબુ ભાઈ ભુરીયા ત્રણ નુ મોત નિપજ્યું હતું જેનો પીએમ જનરલ હોસ્પીટલ મા ડોકટરો ની ટીમ દ્વારા કરવા મા આવ્યું હતું જ્યારે બે ઈજાગ્રસ્તો ને સારવાર માટે ખાનગી દવાખાને લઈ જવાયો હતો. જ્યારે એક શંકાસ્પદ દટાયેલા મજૂર ની શોધખોળ ચાલુ છે જેમાં કાટમાળ ખસેડવાની કામગીરી હાલ મા ચાલુ છે.

Back to top button
error: Content is protected !!