વિજાપુર સ્વામિનારાયણ સ્કૂલમાં 8 વર્ષની બાળા સાથે દુષ્કૃત્યનો કેસ : વાલીઓનો રોષ, પોલીસની નિષ્ક્રિયતા સામે હાહાકારઆરોપી ITI વિદ્યાર્થીની ઓળખ બાળાએ બે વખત કરી છતાં પગલા નહીં ; SP મેહસાણાના હસ્તક્ષેપ બાદ તપાસ લાડોલ પોલીસને સોંપાઈ – 12 કલાકમાં આરોપી હાજર ન થાય તો બંધ-આંદોલનની ચીમકી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સ્વામિનારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતી આઠ વર્ષની બીજા ધોરણની નાની બાળા સાથે ITIના વિદ્યાર્થી દ્વારા અજાણ્યું ઇન્જેક્શન આપી કુચેસ્ટા કરાયાની આઘાતજનક ઘટના સામે શહેરમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.બાળાએ પોલીસ, આચાર્ય અને હાજર નાગરિકોની હાજરીમાં આરોપીને બે બે વખત સ્પષ્ટ રીતે ઓળખી બતાવ્યો હોવા છતાં FIRમાં નામ ન ઉમેરાતા અને ધરપકડ ન થતાં વાલીઓ ગુસ્સે ભરાયા હતા. 22 નવેમ્બરના રોજ નોંધાયેલી FIR (નં. 11206074250643) બાદ ઘણી મુદત વીતી ગઈ છતાં આરોપી ITI વિદ્યાર્થી અને ભાણપુર ગામનો હોવાનો વારંવાર વાલી એ જણાવવા છતાં આરોપીની ધરપકડ ન થતાં વાલીઓ ગુસ્સે ભરાઈ પોલીસ સ્ટેશન ખાતે ધસીને હાયકારો લીધો હતો.
પોલીસ અધિકારી ચૌધરી દ્વારા સમાધાનકારક જવાબ ન મળતા પ્રજામાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો.વાલીઓને સંતોષકારક કાર્યવાહી ન મળતા તેઓએ તાત્કાલિક SP મેહસાણાને ઇમેઇલ દ્વારા રજૂઆત કરી.SPના સીધા હસ્તક્ષેપ બાદ કેસની તપાસ લાડોલ પોલીસ મથકના પોલીસ અધિકારી ગજેન્દ્રસિંહ સોલંકીને સોંપવામાં આવી છે.SPએ 12 કલાકમાં આરોપીને હાજર કરાશે તેવો ખુલાસો કરતા વાલીઓ થોડા અંશે સંતોષ પામ્યા હતા, જોકે—12 કલાકમાં ધરપકડ નહીં થાય તો બંધ અને આંદોલન કરાશે”એવી ચીમકી વાલીઓએ ઉચ્ચારી છે.બાળાના જમણા હાથ પર તેમજ બીજા સ્થળે ઇન્જેક્શનના નિશાન દર્શાવવામાં આવ્યા છે. સ્થાનીક સરકારી હોસ્પિટલ અને બાદમાં વડનગર ખાતે મેડિકલ પરીક્ષણ થયું છે.વાલીઓનો આક્ષેપ છે કે POCSOનો સ્પષ્ટ કેસ હોવા છતાં ધરપકડ ટાળી પોલીસ કોઈ દબાણમાં કાર્ય કરી રહી છે.”બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનને પડકારતું બનાવ – માતાઓના આંદોલનની ચીમકી ગામની બહેનો અને શાળામાં ભણતા બાળકોની માતાઓએ સંયુક્ત રીતે પોલીસને રજુઆત કરી છે કે આવા બનાવોમાં પોલીસ ઢીલ આપશે તો માતા-પિતાને દીકરીઓને શાળાએ મોકલવામાં ડર લાગશે.વાલીઓએ DSP, DIG, DGP તથા DEO મહેસાણાને પણ ઈ-મેઈલ દ્વારા નકલ રવાના કરી છે. જેમાં વાલી જનો એ આરોપીની તાત્કાલિક ધરપકડ કરો FIRમાં સ્પષ્ટ ઓળખ કરાયેલ નામ ઉમેરવું ઇન્જેક્શનનો પુરાવો જાહેર કરવો કાયદેસરની કડક કાર્યવાહી કરવી તાલુકામાં નિર્દોષ બાળા સાથે થયેલ આ ભયાનક ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચિંતા અને હતાશા ફેલાવી છે. હવે નજર પોલીસની આગામી કામગીરી પર છેઆરોપી સમયમર્યાદામાં ઝડપાય છે કે માતાઓનો આંદોલન જંગી સ્વરૂપ લે છે…?