Jaadan: જસદણ નગરપાલિકાનું શહેરમાં રાત્રી સફાઈ અભિયાન

તા.૧૯/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
સ્વચ્છતા અભિયાનમાં નાગરિકોએ જોડાવા જિલ્લા વહીવટી તંત્રની અપીલ
Rajkot, Jasdan: રાજયવ્યાપી ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાન અંતર્ગત જસદણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓ પર રાત્રી દરમિયાન સફાઈ અભિયાન હાથ ઘરી રસ્તાઓ સ્વચ્છ કરવામાં આવ્યા હતા.
સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે. શેરી, ગલી, સોસાયટી, ગામ અને શહેર સ્વચ્છ કરવા કર્મચારીઓ સાથે નાગરિકો પણ જોડાઈ રહ્યા છે. રાજકોટ જિલ્લામાં સ્વચ્છતા અભિયાનને જન પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે ‘‘સ્વચ્છતા હી સેવા’’ અંતર્ગત જસદણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રી સફાઈની કામગીરી કરવામાં આવી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતાના આગ્રહી છે તેઓ ખુદ ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત દરમિયાન સ્વચ્છતા અભિયાનમાં જોડાતા હોય છે અને લોકોને પણ અભિયાનમાં જોડાવા અપીલ કરતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લામાં સૌ નાગરિકો પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.





