વિજાપુર આમ આદમી પાર્ટી ના કાર્યકરોએ ટીબી વિસ્તાર મા વિસાવદર ની બેઠક ઉપર જીત ને લઈ પેડા વહેચી ફટાકડા ફોડી વિજયી ઉત્સવ ઉજવ્યો
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ટીબી વિસ્તાર સરદાર પટેલ બાવલા ખાતે વિસાવદર વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલીયા એ 17000 થી વધુ મત મેળવી જીત હાંસલ કરતા પાર્ટી ના કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયી ઉત્સવ ઉજવ્યો હતો. જેમાં તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરો, પાર્ટીના હોદ્દેદારો ટીબી હોસ્પિટલ આગળ એકઠા થયા હતા જ્યાં ફટાકડા ફોડી તથા મીઠાઈ વહેંચી ભવ્ય જીતની વધામણી કરી હતી.જેમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સેક્રેટરી વિપુલભાઈ પટેલ( ફ્લુવાળા ), પ્રકાશભાઈ ગોસ્વામી, મેહુલભાઈ પટેલ, મલનભાઈ પટેલ, સંદીપભાઈ પટેલ, કેશુભાઈ મકવાણા, જીતુભાઈ તથા અન્ય કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ના મંત્રી વિપુલ પટેલે જણાવ્યું હતુ કે વિસાવદર ની બેઠક ઉપર ભાજપ દ્વારા તમામ મંત્રીઓ ની તાકાત સત્તા ની તાકાત ભાજપનો પૂરો સંગઠન ભેગા થઇને આમ આદમી પાર્ટીના ગોપાલ ભાઈ ઇટાલિયા ને હરાવવા માટે એડી ચોટી ની તાકાત લગાવી હતી. પરંતુ જનતા ની તાકાત તેમની સાથે હતી. જેને લઇ આજે આમ આદમી પાર્ટીની જીત થઈ છે. આ જીત ને આમ આદમી પાર્ટીના કાર્યકરો વિજયી ઉત્સવ તરીકે ઉજવવા માંગે છે. આ જીત આગામી દિવસો મા નવા રાજકીય સમકરણો લઇને આવશે જેમાં આમ આદમી પાર્ટી મા નવું જોમ ઉમેરાશે જીત ના કારણે ગુજરાત ના આમ આદમી પાર્ટીના કાર્યકરો ને નવી ઊર્જા મળી છે.