મહેસાણા શહેરી વિસ્તાર માટે અમૃત ૨.૦ અંતર્ગત રૂ.૧૩૧ કરોડના “વોટર સપ્લાય પ્રોજેક્ટ”નું વચ્યૂર્લ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
વોટર સપ્લાય પ્રોજેક્ટ"નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
અહેવાલ-બળવતસિંહ ઠાકોર,
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી એ
મહેસાણા શહેરી વિસ્તાર માટે અમૃત ૨.૦ અંતર્ગત રૂ.૧૩૧ કરોડના “વોટર સપ્લાય પ્રોજેક્ટ”નું વચ્યૂર્લ ખાતમુહૂર્ત કર્યુ
મહાત્મા ગાંધી જન્મ જયંતી ૨ જી ઓક્ટોમ્બર અંતર્ગત મહેસાણા ખાતે સ્વચ્છ ભારત મિશન થકી પૂજ્ય બાપુની પ્રતિમાને સુત્તરની આંટી પહેરાવવામાં આવી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ઉપસ્થિત સર્વ દ્વારા શ્રમદાન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાજી, રાજ્યકક્ષા મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાજી, રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઇ નાયક, મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ ,મુકેશભાઈ પટેલ ધારાસભ્યશ્રી મહેસાણા, નગરપાલિકા પ્રમુખશ્રી ,મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
“સ્વચ્છતા હી સેવા” ઉજવણી નિમિત્તે સાર્વજનિક વિદ્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વચ્યૂર્લ માધ્યમથી મહેસાણા શહેરી વિસ્તાર માટે અમૃત ૨.૦ અંતર્ગત રૂ.૧૩૧ કરોડના “વોટર સપ્લાય પ્રોજેક્ટ”નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એમ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી દર્શન સિંહ ચાવડા દ્વારા જણાવ્યું છે.