MEHSANAVIJAPUR

વિજાપુર ધારાસભ્યએ લોક સંપર્ક ઓફીસ ખોલતાં લોકોએ મુલાકાતક રી રણાસણ ગામના રહીશો એ ગામના વિકાસના કામો ની રજૂઆત કરી માંગણી મૂકી

વિજાપુર ધારાસભ્યએ લોક સંપર્ક ઓફીસ ખોલતાં લોકોએ મુલાકાતક રી રણાસણ ગામના રહીશો એ ગામના વિકાસના કામો ની રજૂઆત કરી માંગણી મૂકી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા વિધાનસભાની બેઠક ઉપર ભાજપ પક્ષ માંથી ચૂંટાઈ આવ્યા બાદ ધારાસભ્ય સીજે ચાવડા દ્વારા પોતાનો લોક સંપર્ક માટે ઓફીસ ખોલતાં લોકો મુલાકાત માટે આવ્યા હતા. જેમાં શરૂઆત માં રણાસણ ગામના પૂર્વ સરપંચ દિપક પટેલ તેમજ ગામના અગ્રણી જનોએ ધારાસભ્ય ને ગામના વિકાસ ના વણઉકેલ પડતર કામો કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સાથે અંગણવાડી કોડ નમ્બર.1 અને 5.ની સમારકામ કરવો તેમજ ગામની પછચીમ દિશા માં પાણીની ઓવર હેડ ટાંકી બનાવી આપવી ગાંધીનગર હાઇવે રોડ થી છોટાપુર સુધી ડામર નો રોડ બનાવી આપવું તેમજ સોસાયટી વિસ્તારોમાં આરસીસી રોડ બનાવી આપવા સહીતની માંગણી મૂકી હતી. ધારાસભ્ય એ દિલાસો આપ્યો હતો કે રહીશો ની માંગણી ઉપર અને રજૂઆત ને ધ્યાનમાં લઈ સત્વરે કામો શરૂ કરવામાં આવશે અને ગામના અન્ય પડતર પ્રશ્નો નો પણ નિરાકરણ લાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!