
વિજાપુરમાં “સોમૈયો” પ્રસંગ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના શ્રીરામ પાર્ક, સોસાયટી રોડ વિસ્તારમાં આવેલ પ.પૂ. સંતશ્રી બોળા બાપજીની અમર ગાદીએ ધાર્મિક “સોમૈયો” નો પ્રસંગ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમ પ.પૂ. સંતશ્રી બોળા બાપજીની તિથિ નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે અનેક નામી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તાલુકાના ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડા ખાસ હાજરી નોંધાવી કાર્યક્રમની શોભા વધારી હતી. આ સાથો સાથ એ.પી.એમ.સી.ના ચેરમેન શલ રાજુભાઈ સાંકાભાઈ પટેલ, જિલ્લા સદસ્ય અર્પિતાબેન મૂલચંદભાઈ પટેલ (જિલ્લા પંચાયત, મહેસાણા) તેમજ ગોવિંદપુરા જુથ પંચાયતના પૂર્વ સરપંચ માધુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.




