GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર અને વઢવાણ જન્માષ્ટમીના લોકમેળા માટે કડક SOP સામે મેળા આયોજકોએ રોષ દાખવ્યો.

હરરાજી પ્રક્રિયા મોકુફ રાખ્યા બાદ મંગળવારે પાલિકા કચેરી ખાતે ફરી હરરાજી યોજાશે.

તા.09/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

હરરાજી પ્રક્રિયા મોકુફ રાખ્યા બાદ મંગળવારે પાલિકા કચેરી ખાતે ફરી હરરાજી યોજાશે.

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત પાલિકા તંત્ર દ્વારા વર્ષોથી સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે જન્માષ્ટમીના લોકમેળાનુ ચારથી પાંચ દિવસ માટે આયોજન કરવામાં આવે છે આ બંને મેળામાં માત્ર સુરેન્દ્રનગર જીલ્લા જ નહિ પરંતુ રાજ્યભરમાંથી લાખોની સંખ્યામાં લોકો મેળો માણવા ઉમટી પડે છે ત્યારે ચાલુ વર્ષે પણ પાલિકા તંત્ર સુરેન્દ્રનગર મેળાનું મેદાન તેમજ વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે પાંચ દિવસ માટે જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેને અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર લોકમેળા માટે ફૂલ ૬ અને વઢવાણ લોકમેળા માટે ફૂલ ૧૯ આયોજકો દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા હતા અને તે તમામ ટેન્ડરો સવારે ખોલવામાં આવ્યા હતાં પરંતુ ટેન્ડર ખોલતાની સાથે જ નવી એસઓપી નું પાલન કરવાની સુચનાઓ જોતા જ આયોજકોમાં રોષ જોવા મળ્યો હતો અને નવી એસઓપી મુજબ સુરેન્દ્રનગર તેમજ વઢવાણ ખાતે કોઈપણ સંજોગોમાં મેળાનું આયોજન સરળતાથી થઈ શકશે નહિં તેમ જણાવી તંત્ર અને સરકારની લોકમેળા માટે એસઓપીનો વિરોધ કર્યો હતો અને તંત્ર દ્વારા એસઓપીના નિયમોમાં છુટછાટ આપવામાં આવે તેવી માંગ ટેન્ડર ભરનાર તમામ આયોજકોએ કરી હતી તેમજ જો નિયમોમાં છૂટછાટ આપવામાં નહિં આવે તો બન્ને લોકમેળાના આયોજનમાં ભાગ નહિં લેવાની ચીમકી ઉચ્ચારી હતી જ્યારે મેળા આયોજકોના એસઓપી મુદ્દે રોષ બાદ બપોર પછી બન્ને મેળાના ગ્રાઉન્ડ માટે હરરાજી પ્રક્રિયા હાથ ઘરવામાં આવી હતી પરંતુ એસઓપીને લઈ આયોજકોમાં નારાજગી જોવા મળતા હરાજી પ્રક્રિયા હાલ પુરતી મોકુફ રાખવામાં આવી હતી મંગળવારે તા.૧૩ ઓગષ્ટના રોજ હરરાજી પ્રક્રિયા યોજાશે તેમ જાણવા મળ્યું હતું જેમાં ચાલુ વર્ષે નવી એસઓપી મુજબ બન્ને મેળાના ગ્રાઉન્ડનો રૂ. ૨ કરોડનો વિમો, વિજતંત્રની સુચના મુજબ જનરેટર, બેરીકેટ, રાઈડ્સ તેમજ પ્લોટ ધારકોની મોબાઈલ અને આધારકાર્ડ સાથે વિગતો, દરેક રાઈડ્સ માટે તાલીમ લીધેલ અને સર્ટીફીકેટ ધરાવતા ઓપરેટરો, રાઈડ્સ માટે પાકું આરસીસી સ્ટ્રકચર, મેળાની જગ્યાના સહિત ફાયર અને એમ્બ્યુલન્સની સુવિધા સહિતની ગાઈડ લાઈનનું ફરજીયાત આયોજકો દ્વારા પાલન કરવાનું રહેશે અત્રે છે કે સુરેન્દ્રનગર મેળાના મેદાન ખાતે યોજાતા લોકમેળા માટે કુલ ૬ ટેન્ડરો આયોજકો દ્વારા ભરવામાં આવ્યા હતા જે તમામ પ્રકારની ચકાસણી બાદ માન્ય રહ્યાં હતાં જ્યારે વઢવાણ ખાતે યોજાતા લોકમેળા માટે કુલ ૧૯ આયોજકોએ ટેન્ડર ભર્યા હતા જે પૈકી ૧૧ ટેન્ડર માન્ય રહ્યાં હતા અને ૮ ટેન્ડર રદ્દ થયા હતા.

Back to top button
error: Content is protected !!