GUJARATKUTCHMANDAVI

ગુંદિયાળી ગામ માં રબારીવાસ ખાતે બહેનો ને આપવામાં આવેલી માઈક્રો સ્કીલપ્રીનિયોર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ ટ્રેનિગ હેઠળ બહેનો માં રહેલી કલાઓને નિહાળતા ટાટા પાવર – મુન્દ્રા કચ્છ ના સી.ઈ.ઓ. શ્રીમતી સરિતાબેન રંજન

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી, તા-02 મે : આંત્રપ્રિનિયોરશિપ ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) અમદાવાદ અને ટાટા પાવર -મુન્દ્રા દ્વારા ચાલતા “અનોખા ધાગા ” અંતર્ગત “આરોહણ પ્રોજેકટ” દ્વારા માંડવી તાલુકા ના ગુંદિયાળી ગામ માં રબારીવાસ ખાતે બહેનો ને આપવામાં આવેલી માઈક્રો સ્કીલપ્રીનિયોર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ ટ્રેનિગ હેઠળ બહેનો માં રહેલી કલા નું જાત અનુભવ કરવા ટાટા પાવર – મુન્દ્રા કચ્છ ના સી.ઈ.ઓ. શ્રીમતી સરિતાબેન રંજન તથા તેમની સાથે પધારેલ મહેમાનગણ એ બહેનો માં રહેલી કલા જોઈને અભિભૂત થયા હતા અને સાથે સાથે શ્રીમતી સરિતાબેન એ બહેનોને કલા સાથે શિક્ષણ નો સમન્વય સાધવાનું આહવાન કર્યું હતું.કાર્યક્રમ માં બહેનો એ ટ્રેનિગ દરમિયાન તૈયાર કરેલ વિભિન્ન પ્રોડકટ નું પ્રદર્શન યોજ્યું હતું, જેના વિષે ટાટા પાવર – મુન્દ્રા ના સી.એસ.આર.હેડ શ્રી અતુલ કર્વતકર એ શ્રીમતી સરિતા ને પ્રોડકટ માં કરેલ રબારી એમ્બ્રોઇડરી વિષે અને તેને બનવામાં લાગતા સમય અને તેના માર્કેટ માટેની વિસ્તુત માહિતી આપી હતી.વધુમાં શ્રી કર્વતકર એ જણાવ્યું કે ગુંદિયાળી ગામ માં પૂર્ણ થયેલી એમ.એસ.ડી.પી. માં કુલ 42 બહેનોને ભાગ લીધેલ અને ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ બહેનોને ઉદ્યમ સર્ટિફિકેટ / આર્ટિસન કાર્ડ બનાવી ને એનાયત કરવામાં આવ્યા હતા.સંશ્થા દ્વારા બહેનોને માર્કેટ જોડાણ માટે ભુજ હાટ થી શરૂઆત કરી ગુજરાત બહાર ના એકિઝબિશન માં ભાગ લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે.કાર્યક્રમ દરમિયાન ટાટા સી.એસ.આર.ના નીરુબેન રાસ્તે એ બહેનોને ઘર ની બહારે નીકળી પોતાની કલા નું પ્રદર્શન કરી પગભર થવા જણાવ્યું હતું.કાર્યક્રમ ના અંત માં પધારેલ મહેમાનોને આર્ટિસન દ્વારા બનાવેલ પ્રોડકટ ભેટ આપવામાં આવેલ.કાર્યક્રમ નું સફળ સંચાલન ઇડીઆઈઆઈ એચ.એમ.આઈ ના પ્રોજેકટ કોર્ડીનેટર શ્રી સચિન મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ કાર્યક્રમ ને સફળ બનાવા માટે આરોહણ પ્રોજેકટ ના મેનેજર શ્રી આનંદ નંદાણીયા- કોમ્યુનિટી મોબિલાઇઝર આશિષ ગાબુ અને હર્ષાબેન સેવક એ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!