
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વિશ્વભરમાં આજે ૨૩ મે ના રોજ “વિશ્વ કાચબા દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. કાચબાઓ અને તેમના કુદરતી વસવાટના સ્થળો અંગે વ્યાપક જન જાગૃતિ ફેલાવવી, અને તેમનુ સંરક્ષણ સુનિશ્ચિત કરવુ એ આ દિવસનો મુખ્ય ઉદ્દેશ છે.
કાચબાઓ પૃથ્વી પર લાખો વર્ષોથી જીવંત છે, અને તેઓ ઇકોસિસ્ટમમા એક મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે સાથે તેને વિવિધ સંસ્કૃતિઓમા ધીરજ અને બુદ્ધિના પ્રતિકરૂપ પણ માનવામા આવે છે.
આ દિવસની શરૂઆત અને ૨૦૦૦ મા “American Tortoise Rescue” નામની સંસ્થાએ કરી હતી. આજના સમયમા, અનેક પ્રકારના કાચબાઓ અત્યંત સંકટગ્રસ્ત સ્થિતિમા છે. તેમના રહેઠાણોનો વિનાશ, દરિયાઈ પ્રદૂષણ, પ્લાસ્ટિક વેસ્ટ, અને માનવીય બેધારી ક્રિયાઓ તેમના અસ્તિત્વ માટે ખતરો ઊભો કરી રહ્યા છે.
‘વિશ્વ કાચબા દિવસ’ નિમિત્તે લોકો વિવિધ પ્રવૃત્તિઓ કરે છે જેમ કે સ્કૂલોમાં બાળકોને કાચબાઓ વિશે જાગૃત કરવા, રેલી યોજવી, પેન્ટિંગ સ્પર્ધાઓ, દરિયાઈ તટ સફાઈ અભિયાન, કાચબાઓ માટે બનાવેલા આશ્રમોમા સેવા કાર્ય વિગેરે પ્રવૃત્તિઓ હાથ ધરાતી હોય છે.
આપણે દરેકે એ વિચારવું જોઇએ કે કાચબાની જેમ ધીરે ધીરે પણ સહજ રીતે આગળ વધીએ, અને સાથે સાથે આ નમ્ર જીવના રક્ષણ કરવાનો સંકલ્પ પણ લઈએ. ‘વિશ્વ કાચબા દિવસ’ એ માત્ર ઉજવણીનો દિવસ નથી. પણ જવાબદારીનો દિવસ પણ છે. જે આપણને દરેક જીવ એ મહત્વનો છે. ચાહે તે ધીરો હોય કે નાનો તે શીખવે છે.
*ડાંગ જિલ્લામા કાચબાની પ્રજાતિઓ :*
*’ભારતીય બ્લેક કાચબો’* : તાજા પાણીમા રહેતો આ કાચબો ડાંગના જંગલ અને નદીઓમા જોવા મળે છે. તેનો વસવાટ મુખ્યત્વે નદીઓ અને તળાવો છે.
*’ભારતીય ફ્લેપશેલ કાચબો’*: આ કાચબો નદીઓ, તળાવો અને ખેતરના પાણીમા જોવા મળે છે. તેનો આહાર મુખ્યત્વે જળચર જીવજંતુઓ અને છોડ છે.
*’ભારતીય નેરો-હેડેડ સોફ્ટશેલ કાચબો’* : આ endangered species છે. જે મોટી નદીઓમા રહે છે. તેનો આહાર પણ મુખ્યત્વે માછલીઓ અને અન્ય જળચર પ્રાણીઓ છે.
*’ભારતીય સોફ્ટશેલ કાચબો’* : આ species પણ નદીઓમા જોવા મળે છે, અને તે પણ endangered છે. તેનો આહાર માછલીઓ, ઉંદર અને અન્ય નાની જળચર પ્રજાતિઓ છે.
આ કાચબાઓના મહત્વપૂર્ણ વસવાટ સ્થળોમા પુર્ણા વન્યજીવ અભયારણ્ય (Purna Wildlife Sanctuary), તથા અંબિકા અને પુર્ણા નદીઓના તટીય વિસ્તારનો સમાવેશ થાય છે.





