WANKANER:વાંકાનેરની ભીમગુડા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકને ગ્રામજનો દ્વારા સનરૂફ કારમાં બેસાડી ભારે હૈયા દ્વારા આંખુ ના ભીના ખૂણા સાથે ભાવ વિભોર વિદાઇ અપાઈ

WANKANER:વાંકાનેરની ભીમગુડા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકને ગ્રામજનો દ્વારા સનરૂફ કારમાં બેસાડી ભારે હૈયા દ્વારા આંખુ ના ભીના ખૂણા સાથે ભાવ વિભોર વિદાઇ અપાઈ
તારીખ ૧૩/૧૨/૨૦૨૪ શુક્રવારના રોજ ભીમગુડા પ્રાથમિક શાળામાં પૂર્વ આચાર્ય શ્રાકેશભાઈ રાઠોડ તથા શિક્ષક શ્દાનાભાઈ મેવાડાનો ભવ્ય વિદાઈ કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમ નિમિતે મુખ્ય અતિથી વિશેષ ૬૭-વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, તા.પંચાયત પૂર્વ ઉપપ્રમુખ અજયભાઈ વિંજવાડિયા,બી.આર.સી. મયૂરસિંહ પરમાર તા.શાળા આચાર્ય કિશોરભાઈ સરવૈયા, SMC અધ્યક્ષ શ્રી હકાભાઇ મુંધવા, પેટા તાલુકા શાળાના આચાર્યશ્રીઓ, ભૂતપૂર્વ શિક્ષકો, હાજર રહેલ ગ્રામજનો, શાળાના શિક્ષકો, બાળકો તથા શાળાના આચાર્ય શ્રી રાહુલભાઈ પ્રજાપત દ્વારા ભવ્ય થી અતિભવ્ય વિદાઈ કાર્યક્રમ યોજાયેલ હતો. તથા નવનિર્મિત બિલ્ડીંગ અને કમ્પ્યુટર લેબનું ઉદઘાટન ૬૭-વાંકાનેરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી દ્વારા કરવામાં આવ્યું હતું.