CHOTILAGUJARATSURENDRANAGARTHANGADH

થાનગઢના જામવાડીમાં જંગલની જમીન પરનું કરોડોનું દબાણ હટાવાયું

અંદાજે ૧૨ કરોડના ગેરકાયદેસર બાંધકામ પર ફેરવાયું બુલડોઝર

તા.19/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

અંદાજે ૧૨ કરોડના ગેરકાયદેસર બાંધકામ પર ફેરવાયું બુલડોઝર


સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના જામવાડી ગામમાં જંગલ વિસ્તારની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ પર વન વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરી કરોડોની જમીન ખુલ્લી કરવામાં આવી હતી જેમાં ફોરેસ્ટ લેન્ડ સર્વે નંબર 64, 65/1, 65/2, અને 66માં આવેલા કુલ 11 હેક્ટર વિસ્તારમાંથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા છે આ દબાણની અંદાજિત કિંમત 12 કરોડ રૂપિયા આંકવામાં આવી છે આ ગેરકાયદેસર દબાણમાં એક મોટી હોટલ, સાત દુકાનો, એક રહેણાંક મકાન અને પાર્કિંગની સુવિધાનો સમાવેશ થતો હતો આ દબાણને હટાવવા માટે વન વિભાગ, મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જંગલની જમીન પર ગેરકાયદેસર રીતે થયેલા બાંધકામોને દૂર કરવાની આ પ્રશંસનીય કાર્યવાહી નાયબ વનસંરક્ષક તુષાર પટેલ, નાયબ પોલીસ અધિક્ષક લીંબડી વિશાલ રબારી, અને નાયબ કલેકટર ચોટીલા હરેશ મકવાણાના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી આ ટીમમાં એસીએફ સ્વપ્નિલ પટેલ તથા થાનગઢ, ચોટીલા, અને મૂળી રેન્જના તમામ સ્ટાફનો પણ સમાવેશ થાય છે જેમણે આ ઓપરેશનને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Back to top button
error: Content is protected !!