મુળીના દેવપરા ગામે કોલસાના ગેરકાયદેસર ખનન પર ખનિજ વિભાગનો દરોડો
ચરખી તથા લોખંડના પાઇપો તથા ટ્રેકટર તથા સ્થળ પર પડેલ કાર્બોસેલ સહિત રૂ.8,00,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.10/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ચરખી તથા લોખંડના પાઇપો તથા ટ્રેકટર તથા સ્થળ પર પડેલ કાર્બોસેલ સહિત રૂ.8,00,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.
સુરેન્દ્રનગર જીલ્લામાં ગેર કાયદેસર ખનીજ ચોરી તથા ગેર કાયદેસર પ્રવૃતી અટકાવવા અસરકારક અને પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક વી.બી.જાડેજા સાહેબ સુરેન્દ્રનગર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ જે અન્વયે મુળી પોલીસ સ્ટેશનના પીઆઇ પી. બી. લક્કડ, એએસઆઈ પરાક્રમસિંહ ધર્મેન્દ્રસિંહ, વિશ્વરાજસિંહ નવલસિંહ, રાયસંગભાઇ દાજીભાઇ, કીરીટસિંહ બાપલાલસિંહ સહિત પોલીસ સ્ટાફના માણસો દ્વારા પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મુળી તાલુકાના દેવપરા ગામ સીમ વિસ્તારમાં તપાસ કરતા ત્રણ કુવાઓ કાર્બોસેલ(કોલસા) ખનીજના ખાણકામના હેતુથી ઉતારેલ અને કુવાઓ ઉપર લગાવેલ ચરખી મશીનો મળી આવતા તુરત જ ખાણખનીજ વિભાગ સુરેન્દ્રનગર નાઓની ટીમને જાણ કરી, ખાણખનીજ વિભાગ, સુરેન્દ્રનગર નાઓ સ્થળ પર આવી સદરહુ ત્રણેય કુવાઓ ઉપર તપાસ કરી ગેર કાયદેસર કાર્બોસેલ કોલસાના કુવાઓમાં ઉપયોગમાં લેવાતી ચરખી નંગ ૩ તથા લોખંડના પાઇપો નંગ ૬ તથા ટ્રેકટર ૧ તથા સ્થળ પર પડેલ કાર્બોસેલ (કોલસો)ની ખનીજ ચોરી પકડી કુલ રૂ.૮,૦૦,૦૦૦ નો મુદામાલ સીઝ કરી કાયદસેરની કાર્યવાહી કરી ખાણખનીજ વિભાગની ટીમે વધુ કાર્યવાહી કરવા સોપેલ છે.