MORBi:મોરબીમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ-૩.૦ અન્વયે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ કરાશે
MORBi:મોરબીમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ-૩.૦ અન્વયે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ કરાશે
રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત- ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ-૩.૦ નું આયોજન હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત મોરબી જિલ્લાના દિવ્યાંગ ખેલાડી ભાઈઓ અને બહેનો અલગ- અલગ કેટેગરીની વિવિધ સ્પર્ધામાં ભાગ લઇ શકશે.
મોરબી જિલ્લા કક્ષાએ માનસિક રીતે ગ્રસ્ત (MR), શારીરિક રીતે ગ્રસ્ત (OH), અંધજન (BLIND), શ્રવણ મંદ ક્ષતિવાળા (DEAF) તેમજ રાજ્ય કક્ષાએ સેરેબલ પાલ્સી (CP) કેટેગરીના ખેલાડીઓ મહતમ સંખ્યામાં ભાગ લે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે.
ઉપરોક્ત સ્પર્ધાનું ઓફલાઈન રજીસ્ટ્રેશન આગામી તારીખ ૧૧-૧૨-૨૦૨૪ થી તારીખ ૧૦-૦૧-૨૦૨૫ સુધી કરવામાં આવશે. આ રજીસ્ટ્રેશન ફોર્મ મેળવીને તેમાં સંપૂર્ણ વિગતો ભરીને ખેલાડીઓએ મોડામાં મોડા આગામી તારીખ ૧૦-૦૧-૨૦૨૫ સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-મોરબી, ઓમશાંતિ પ્રિ-સ્કૂલની સામે, સુર્યકીર્તિ-૧, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-ર ખાતે કચેરી સમય દરમિયાન જમા કરાવવાના રહેશે.
સુનિશ્ચિત સમય મર્યાદા વિત્યા બાદ અત્રેની કચેરીને મળેલા અરજી પત્રકો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આ અંગે વધુ વિગતો મેળવવા માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોરબીનો સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.