
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૧૯ જૂન : જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીના માર્ગદર્શન હેઠળ રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો. કેશવકુમાર સિંઘની સૂચનાથી આજરોજ ભુજ તાલુકાના મિરઝાપર ગામે શાળાઓથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલી દુકાનો અને કેબીનોમાં વ્યસન મુક્તિ ઝુંબેશ અંતર્ગત તમાકુ તથા તેની બનાવટોનું વેચાણ કરતા ધંધાર્થીઓ સામે કાયદાના ભંગ બદલ દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમજ સરકારી દવાખાના જેવા જાહેર સ્થળોએ તમાકુની બનાવટોનું ઉપયોગ કરતા લોકો વિરુધ્ધ પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં મિરઝાપર આયુષ્માન આરોગ્ય મંદિરના આરોગ્ય કર્મચારીઓ તેમજ જિલ્લા પંચાયતના એન.ટી.સી.પી સાયકોલોજીસ્ટ શ્રી પ્રજેશકુમાર મહેશ્વરી જોડાયા હતા. તમાકુ નિયંત્રણ કાયદા હેઠળ દંડના ૩ કેસોમાં રૂ.૫૦૦/- દંડની વસુલાત કરવામાં આવી હતી.



