
સતત વરસી રહેલ કમોસમી વરસાદથી ધારાસભ્ય દેવાભાઈ માલમ ના મતવિસ્તાર ૮૮-કેશોદ-માંગરોળ તાલુકાના દરેક ગામોમાં લણણી સમયે મગફળી, સોયાબીન અને કપાસના વાવેતરમાં પાકની લણણી સમયે ખુબજ મોટા પાયે નુકશાન થયેલ છે.આ પાક નુ કશાનીનો સર્વે કરવા તંત્ર દ્વારા આદેશ છે.પરંતુ વરસાદના વિરામ બાદ ખેડૂતોને ખેતરમાં પડેલ મગફળી ના પાથરાની તાત્કાલિક સફાય કરવી જરૂરી બની હોય સર્વે માટે નિયુક્ત ટીમ સમય સર સર્વેમાં પહોચી શકે તેમ ન હોય ત્યારે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ને મળેલા સરપંચશ્રીઓ-ખેડૂતો અને આગેવાનોની રજુવાત અન્વયે તાલુકા ને એકમ ગણી આ નુકશાનીનું તાત્કાલિક વળતર મળી રહે તે માટે દરેક ખેડૂતોને પેકેજ આપવા તેમજ આ કમોસમી વરસાદ થી પસુ માટે વાવેલ ચારો પણ સંપૂર્ણ પણે પાસ થતાં પસુપાલક ધારકો માટે દરેક ગ્રામ્ય વિસ્તારોમાં ઘાસ ચારાની વ્યવસ્થા વહેલી તકે ઉભી કરવા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ દ્રારા ખાસ અંગત ભલામણ નો પત્ર ,શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ,માન.મુખ્ય મંત્રીશ્રી,ગુજરાત રાજ્ય, તેમજ શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, માન.કૃષિ મંત્રીશ્રી,ગુજરાત રાજ્ય,ગાંધીનગર ને લેખીત રજૂઆત કરી માંગ કરવામાં આવી છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





