CHUDAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO
ચુડા તાલુકાના વેળાવદર ખાતે માઈનોર બ્રિજનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય
તા.27/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના વેળાવદર ગામે ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે કારોલ, ચુડા, ચોકડી, કોરડા સુદામડા રોડ ઉપર માઈનોર બ્રિજનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવ્યું હતું આ બ્રિજનું નિર્માણ પૂર્ણ થવાથી ખેડૂતો, વિદ્યાર્થીઓ અને તમામ ગ્રામજનોને સરળતાથી અવરજવરનો લાભ મળશે ગુજરાત સરકારના માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ દ્વારા આ બ્રિજનું નિર્માણ અંદાજિત રૂ. ૨.૯૯ કરોડના ખર્ચે કરવામાં આવશે આ માઇનોર બ્રિજનું બાંધકામ રોડના કિ.મી. ૧૩/૫ થી ૧૩/૭ વચ્ચેની કામગીરીમાં સામેલ છે આ પ્રોજેક્ટથી ચોમાસાની ઋતુમાં તેમજ અન્ય સમયે સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થશે અને કનેક્ટિવિટીમાં સુધારો થશે આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.