ગોધરા ની નાલંદા સ્કૂલ ભુરાવાવ યુનિટ ખાતે ‘મોબાઇલ અવેરનેસ કાર્યક્રમ’સફળતાપૂર્વક યોજાયો

તારીખ ૨૧/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
નાના બાળકોથી શરૂ થતી ડિજિટલ સમજદારીની દિશામાં નાનકડું પરંતુ મહત્વપૂર્ણ પગલું ગોધરા (ભુરાવાવ યુનિટ)આજે જ્યારે દરેક ઘરનું બાળક સ્માર્ટફોનના સ્પર્શથી જીવન શરૂ કરે છે, ત્યારે તે ટેક્નોલોજીનો ઉપયોગ સમજદારીથી શીખે એ સમયની મહત્ત્વની માંગ બની ગઈ છે.આ દિશામાં નાલંદા સ્કૂલ, ભુરાવાવ યુનિટ, ગોધરા દ્વારા મોબાઇલ અવેરનેસ કાર્યક્રમ યોજાયો, જે વિદ્યાર્થીઓમાં માહિતીપ્રદ અને વિચારપ્રેરક સંદેશો પહોંચાડવા માટે એક સફળ અભ્યાસ સાબિત થયો.આ કાર્યક્રમમાં બાલવાટિકા, જુનિયર કે.જી., સિનિયર કે.જી. તથા ધોરણ 1 થી 2 સુધીના નાનાં અને માવજત લાયક બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. મોબાઇલ વશે વિસ્તૃત ચર્ચાઓમાં મોબાઇલના નિયંત્રિત ઉપયોગથી જ તેનું સકારાત્મક પરિણામ મળે છે વધારે સ્ક્રીન ટાઈમથી આંખોની તકલીફ, નિદ્રા ભંગ અને મગજના વિકાસમાં વિક્ષેપ બાળકોમાં માનસિક છલકપટ અને ટેક્નોલોજી પર આધારિત લત રમતગમત, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને પરિવાર સાથે સંવાદ વધુ જરૂરી છે “મોબાઇલ આપણા જીવનમાં સહાયક સાધન બની શકે છે જો તેનો વપરાશ યોગ્ય હોય.બાળકના હેતુથી વધારે જો સ્ક્રીનનો સમય હોય તો તે તેની વૃદ્ધિમાં અવરોધ ઊભો કરે છે.” અને કાર્યક્રમ અંતે વાલીઓ માટે પણ ખુલ્લી ચર્ચા યોજાઈ હતી જેમાં એમણે પોતાની-દિવસે દિવસે ટેક્નોલોજી વાપરવાની રીત વિશે વિચારો વ્યક્ત કર્યા. શિક્ષકો દ્વારા તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું કે બાળકો સાથે સમય કેવી રીતે ગાળવો અને તેમને મોબાઇલથી દૂર રાખી સર્જનાત્મકતા તરફ દોરી શકાય.સમગ્ર કાર્યક્રમમાં રમૂજ સુમેળથી બાળકોને જીવનપાઠ આપવામાં આવ્યો.





