GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
એસઓજી પોલીસે ડેરોલ સ્ટેશન રોડ ઉપર મોબાઈલના દુકાનદારે યોગ્ય રીતે વેચાણ રજીસ્ટર નહી નિભાવતા કાર્યવાહી કરી.
તારીખ ૨૧/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
એસઓજી પોલીસ સ્ટેશન નો સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને માહિતી મળેલ કે કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારના મોબાઈલ ફોન વેચતા દુકાનદારો મોબાઈલ ફોન નો રજીસ્ટર યોગ્ય રીતે રાખતા નથી જે અંગેની તપાસ કરવાની હોય ડેરોલ સ્ટેશન રોડ ઉપર આવેલી જસ્મીન મોબાઇલ શોપ માં તપાસ કરતા દુકાન માલિક ધવલભાઇ મુકેશભાઈ કનોજીયા હાજર મળ્યા હતા તેઓની પાસે નવા મોબાઈલ નું વેચાણ રજીસ્ટર માંગતા કાચા ચોપડામાં બનાવેલું રજીસ્ટર રજૂ કરેલ જેમાં 17 ઓગસ્ટ બાદ કોઈપણ પ્રકારની એન્ટ્રી જોવા મળી ન હતી જેથી વેચાણ રજીસ્ટરની યોગ્ય જાળવણી કરેલ નથી અને જાહેરનામાનો ભંગ કરેલ છે જે અંગે પોલીસે કાયદેસર કાર્ય વહી કરી હતી.