GUJARATLODHIKARAJKOT

Rajkot: લોધીકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોક ડ્રીલ યોજાઈ

તા.૧૯/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: છેલ્લા કેટલાક દિવસોથી ચીનમાં જોવા મળેલી રહસ્યમય શ્વસન તંત્ર સંબંધી બીમારી સંદર્ભે નાના બાળકોમાં જોવા મળતા ન્યુમેનિયા જેવી વાયરલ બીમારી અંગે રાજકોટ જિલ્લાના લોધિકા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકડ્રીલ યોજાઈ હતી. રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ આ મોકડ્રીલ યોજાઇ હતી.

રાજકોટના લોધિકા મામલતદારશ્રીના જણાવ્યા મુજબ કેન્દ્ર ખાતે ઓક્સિજન કોન્સન્ટ્રેટર કુલ પાંચ નંગ કાર્યરત છે, નેબ્યુલાઈઝર કુલ છ નંગ કાર્યરત છે, પલ્સ ઓક્સીમીટર કુલ છ નંગ કાર્યરત છે, ઓક્સિજન સિલિન્ડર કુલ છ પૈકી એક કાર્યરત છે, જયારે અન્ય પાંચ સિલિન્ડર રિફિલિંગ કરાવવા મોકલાવેલ છે. આ ઉપરાંત લોજિસ્ટિક જેમાં ગ્લોવ્ઝ, મેડિસિન પૂર્તત ઉપલબ્ધ છે.

જે એમ્બ્યુલન્સ કાર્યરત છે. જ્યારે ઓક્સિજન પ્લાન્ટમાં ઓક્સિજન આઉટપુટ ટેન્કનું ફિલ્ટર ફિઝિકલી ડેમેજ થઈ ગયેલું હોઈ તેને રીપેર કરાવવા માટે સંબંધિત એજન્સીને કાર્યવાહી કરવા માટે જણાવેલ હોવાનું જણાવાયું છે. આ તકે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ખુશ્બુ સતાપરાએ ઉપસ્થિત રહી સંલગ્ન વિગત પૂરી પાડી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!