અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા: કથિત નકલી સિંચાઈ કચેરી મામલે આખરે ટાઉન પોલીસ મથકે પી.એમ ડામોર સામે ફરિયાદ નોંધાઇ,ચેકડેમ તેમજ પ્રોટેક્શન દીવાલના કામોમાં ભ્રષ્ટાચાર હોવાનું ખુલ્યું
પાણીબાર (નારણપુર),ધુળેટા, ગેડ ગામે થયા ભ્રષ્ટાચારના કામો,ખોટા બિલ મૂકી પાસ કર્યા હોવાનું ખુલ્યું
અરવલ્લી જીલ્લા ખાતે .પી.એમ.ડામોર કાર્યપાલક ઈજનેર નાઓ સને.૨૦૧૯ મા રીટાયર્ડ થયેલ અને તે ઓને કરાર આધારીત મોડાસા કાર્યપાલ ઈજનેર કચેરીમા નિમણૂક કરેલ હતી અને તેઓ ઓફીસમા કાર્યપાલક ઈજનેર તરી કે ફરજ બજાવતા હતા અને આ સમય દરમ્યાન તેઓએ વિકાસને લગતા કામો કરેલ જે કામો પૈકી કુલ-૧૧ કામોની ચકાસ ણી કરવામાં આવેલ તે પૈકી ૬ ચેક ડેમોના (કન્સ્ટ્રકટીંગ ચેકડેમ એટ વિલેજ પાલ્લા ધુલેટા નીયર હીલ-૧,૨, અને ૩ અને કન્સ્ટ્રક્ટીંગ ચેકડેમ એટ વિલેજ પાણીબાર (નારણપુર) ૧,૨ અને ૩ કામોમાં સ્થળ ઉપરના માપો અને માપપોથીમાં નોંધા યેલ માપોમાં વિસંગતતા જોવા મળેલ જેથી જે માપોના બીલ મંજુર કરાવી જે તે એજન્સીઓને બીલની ચુકવણી કરી સરકાર ને આર્થિક નુકશાન કરેલાનું જણાઈ આવેલ તેમજ મુખ્ય ઇજનેર (ગુજરાત. નિયામક) અને અધિક રસચિવ દ્વારા રચવામાં આવેલ ટીમો દ્વારા અરવલ્લી જીલ્લાના કુલ-૩૪ કામોની સ્થળ મુલાકાત લીધેલી જે પૈકી પી.એમ.ડામોર ના સમય ગાળા દરમ્યાન થયેલ કામ કન્સ્ટ્રક્ટીંગ એફ.પી.એટ (પ્રોટેક્શન દિવાલ) વીલેજ ગેડ, તા. મેઘરજ, જી.અરવલ્લીમા સ્થળ પર થયેલ કામ અને માપપોથીમાં નોંધવામાં આવેલ માપોમાં વિસંગતતા જણાઈ આવેલ છે.પી.એમ.ડામોરે માપ પોથીમાં ખોટા માપો લખી તે અંગેના બીલોના ચુકવણા કરી સરકારના જવાબદાર અધિકારી તરીકે તેમની ફરજો પ્રામાણિકતાથી નિભાવેલ ન હોવાનું ફલિત થતા નોંધાયો ગુન્હો
મોડાસા શહેરના રાજ બંગલોઝ ના એક રહેણાંક મકાનમાં ચાલતી કથિત નકલી સિંચાઈ કચેરીનો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ગત 22 મેં 2024 ના રેડ કરી પર્દાફાશ કર્યો હતો.અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં રચાયેલી 5 સભ્યોની સમિતિએ તપાસ કરી બંધ કવરમાં તપાસ નો અહેવાલ DDO ને સોંપ્યો હતો,10 માસ જેટલા લાંબા સમય બાદ આખરે અરવલ્લી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતા ફરિયાદી ૨ીયાઝ મુસ્તુફાભાઈ સાબલીયા ના ઓએ પી.એમ ડામોરના નિવૃતી પછી અરવલ્લી સિંચાઇ વિભાગની કચેરીમા કરાર આધારીત કાર્યપાલ ઈજને૨ ત૨ીકે ફરજ ઉપ૨ કાર્ય૨ત કરેલ તે દ૨મ્યાન પોતાને રાજ્યસેવક તરીકે સોપવામાં આવેલ ફરજ નિષ્ઠાપૂર્વક ન બજાવી ગુનાહિત વિશ્વાસઘાત કરી ગુન્હો કર્યાના આરોપસર મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધવતાં પોલીસે તપાસ હાથધરી છે.