WANKANER:વાંકાનેર મોપેડ બાઇકમાં વિદેશી દારૂના ચપલાની હેરાફેરી કરતા એક ઈસમ ઝડપાયો
WANKANER:વાંકાનેર મોપેડ બાઇકમાં વિદેશી દારૂના ચપલાની હેરાફેરી કરતા એક ઈસમ ઝડપાયો
પોલીસે વિદેશી દારૂનો જથ્થો, મોબાઇલ તથા મોપેડ સહિત ૪૩ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
વાંકાનેર સીટી પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન કેરાળા ગામના બોર્ડ મોપેડમાં વિદેશી દારૂની નાની બોટલ લઈને નીકળેલ ઇસમને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે તેની પાસેથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૮૦એમએલની ૮૦ નંગ બોટલ તથા ઍક્સેસ મોપેડ તેમજ એક મોબાઇલ સહિત કુલ ૪૩ હજારનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ આરોપી સામે પ્રોહી.હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ ટીમે કેરાળા ગામના પાટીયા પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલ એક્સસેસ મોપેડ રજી.નં જીજે-૩૬-એએમ-૭૪૯૯ સવાર એક ઇસમને રોકી મોપેડની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ કુલ ૮૦ નંગ નાની બોટલ મળી આવી હતી. જેથી પોલીસે આરોપી અમીતભાઈ ઉર્ફે હમીદ હનીફભાઈ બ્લોચ(મકરાણી) ઉવ.૨૭ રહે.ચંદ્રપુર પાણીના ટાંકા પાસે વાંકાનેર વાળાની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી ઍક્સેસ મોપેડ, ઓપો કંપનીનો મોબાઇલ તથા દારૂનો જથ્થો સહિત કુલ કિ.૪૩ હજારનો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી અમિત ઉર્ફે હમીદ બ્લોચ વિરૂદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પ્રોહિ.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.