GUJARATMODASA

મોડાસા : 14 એપ્રિલના રોજ, મોડાસા નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય ફાયર ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા : 14 એપ્રિલના રોજ, મોડાસા નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય ફાયર ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી

જાહેર ક્ષેત્રમાં આકસ્મિક સમયે લોકોના જાણમાલ ને થતા નુકશાન ને બચાવવા જીવ સટોસટ ના દાવ અજમાવી ને અનેકની જિંદગી બચાવનાર કર્મીઓ ના ખાસ દિવસોની ઉજવણી કરાતી હોયછે ત્યારે આજે મોડાસા પાલિકા દ્વારા ફાયર કર્મીઓ નું સન્માન કરીને ફાયરડે ની ઉજવણી કરાઈ

14 એપ્રિલના રોજ, મોડાસા નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય ફાયર ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, અગ્નિશમન સેવાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ, કારોબારી ચેરમેન અતુલ જોશી, ફાયર ચેરમેન શિલ્પાબેન, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જલ્પાબેન ભાવસાર, કોર્પોરેટર પ્રિયંક ભાઈ, ફાયર ક્લાર્ક સૃષ્ટિબેન અને મોડાસા ફાયર બ્રિગેડની ટીમ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સમગ્ર મોડાસા શહેરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં ફાયર બ્રિગેડના જવાનોએ અગ્નિશમન સેવાના મહત્વ વિશે જાગૃતિ ફેલાવી હતી.નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠે જણાવ્યું હતું કે, “આપણે આપણા શહીદ જવાનોને હંમેશા યાદ રાખવા જોઈએ. તેમની બહાદુરી અને સેવાને ક્યારેય ભૂલી શકાય નહીં.”આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અન્ય મહાનુભાવોએ પણ અગ્નિશમન સેવાના જવાનોની કામગીરીને બિરદાવી હતી.આ કાર્યક્રમ મોડાસા નગરપાલિકા માટે એક ગૌરવપૂર્ણ પ્રસંગ હતો.

Back to top button
error: Content is protected !!