કાલોલ પોલીસ સ્ટેશન ખાતે સીનીયર પીઆઇ આરડી ભરવાડની અધ્યક્ષતામાં સરપંચ-પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો.
તારીખ ૧૧/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ મોડી સાંજે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે સરપંચ-પોલીસ પરિસંવાદ અન્વયે કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ભરવાડ.ના અધ્યક્ષતામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.કે.કિશ્ચયન શી-ટીમ કાલોલ નાં સભ્યો ઉપસ્થિત રહી કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ ૪૫ ગ્રામ પંચાયતનાં સરપંચ ઓનું રજીસ્ટ્રેશન કરી સ્વાગત કરી આ તમામ સ્થાનિક આગેવાનો ની હાજરીમાં નવા કાયદા ની સમજણ,શી-ટીમ ની કાર્યપધ્ધતિ,જીલ્લામાં પોલીસ ધ્વારા કરાયેલ પ્રશંસનીય કામગીરીઓ જનભાગીદારી ધ્વારા કાલોલ શહેરમાં તેમજ ગામડાઓમાં સી.સી.ટી.વી નું ઇન્સ્ટોલેશન કરાવવું મહિલાઓ તેમજ બાળકો ની સુરક્ષા બાબતે ની ચર્ચા, ઈમરજન્સી માં સરકાર ધ્વારા નવી સેવા ચાલુ કરાયેલ અભિરક્ષક ૧૧૨ મોબાઈલ અંગેની માહિતી આપી તેનો ઉપયોગ કરવા અને તેની વિગતો ની જાણકારી સાત વર્ષ ની સજાની જોગવાઈ વાળા કાયદામાં નોટીસ ની જોગવાઈ ટ્રાફિક અવેરનેસ, સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ હેલમેટ અને ટ્રાફિક નાં નિયમો નું પાલન કરવા સમજણ રાવીર યોજના ની સમજણ અને તે હેઠળ મળતી સહાય,ડ્રગ્સ નાં દુષણો અને ગામડામાં બનતા બનાવો ની માહિતી, તેમજ ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી જેવી યોજના ઓ વિગેરે મુદાઓ પરસ્પર સંવાદ નાં માધ્યમ થી પ્રશ્નો અને સમસ્યાઓ નું નિરાકરણ લાવવા અને પોલીસ ની કાર્યવાહી ને વધુ માં વધુ પ્રજાલક્ષી અને લોકાભિમુખ બનાવવા માટે વિચાર-વિમર્શ ની આપ-લેકરવામાં આવી પોલીસ સ્ટેશન વિસ્તાર માં કાયદો અને વ્યવસ્થા ને લગતા કોઈ પ્રશ્નો નથી તેમજ પોલીસ ની કામગીરી અને માહિતીથી સૌકોઈએ સંતોષ વ્યક્ત કર્યો.આમ આ સમગ્ર કાર્યક્રમ નું કાલોલ પોલીસ સ્ટેશન ધ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.