GUJARATKUTCHMUNDRA

કચ્છમાં હવેથી નવજાત શિશુને શ્રેષ્ઠ સુવિધા સાથે આધુનિક સારવાર ઉપલબ્ધ.

જિલ્લા કલેક્ટરે અદાણી સંચાલિત Gaimsજી. કે. જન. હોસ્પિ.માં નવનિર્મિત આધુનિક NICU ખુલ્લું મૂક્યું:

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા-26 એપ્રિલ  : અદાણી સંચાલિત Gaimsજી. કે. જનરલ હોસ્પિટલમાં નવજાતને શ્રેષ્ઠ સારવાર સુવિધા ઉપલબ્ધ થાય એ માટે આધુનિક ઉપકરણોથી સુસજ્જ નવનિર્મિત એન.આઈ.સી.યુ.એકમનું જિલ્લા કલેક્ટરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.કચ્છમાં આ પ્રકારનું પ્રથમ સુવિધા સંપન્ન NICU એકમનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે આ નવા યુનિટના તમામ વિભાગોનું નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો અને સરહદી જિલ્લાની મોટી હોસ્પિટલમાં નવજાત શિશુ માટે અને તેમાંય ખાસ ગંભીર કહી શકાય તેવા કિસ્સામાં ઊભી થયેલી આ સગવડ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.જિલ્લા કલેક્ટર સાથે અદાણી હેલ્થ કેર ગ્રુપના હેડ ડૉ.પંકજ દોશી, ગેઈમ્સના ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈ,ચીફ મેડિકલ સુપ્રિ.ડો.નરેન્દ્ર હિરાણી,ડીન ડો. એ.એન.ઘોષ,બાળરોગ વિભાગના હેડ ડૉ.રેખાબેન થડાની અને ડો.સંદીપ ટીલવાણી સહિત તબીબો જોડાયા હતા.નવજાત શિશુ માટે બેડ,ઇન્ક્યુબેટર,ફોટો થેરાપી મશીન,વેન્ટિલેટર,સી – પેપ, કાર્ડિયાક મોનીટર અને સેન્ટ્રલ કુલિંગ જેવી તમામ જરૂરી વ્યવસ્થા કરાઈ છે. આ તમામ સુવિધાઓની જિલ્લા કલેક્ટરે વિગતો મેળવી તેની કાર્ય ક્ષમતાથી વાકેફ થયા હતા.ડો.પંકજ દોશીએ તમામ સગવડો સાથે નવનિર્મિત NICUની વિસ્તૃત માહિતી આપી હતી.તબીબોના જણાવ્યા મુજબ જુદા જુદા અનેક કક્ષ સાથે કોઈપણ બાળકને ચેપ લાગે નહીં એ હેતુસર એર ચેન્જ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે.સાથે એક કાઉન્સેલિંગ રૂમ પણ બનાવવામાં આવ્યો છે.આ ઉપરાંત અનેક આનુસાંગિક સુવિધા પ્રાપ્ય છે. દરમિયાન જિલ્લા કલેક્ટરે તાજેતરમાં બનાવાયેલા બર્ન્સ યુનિટનું તેમજ જુદા જુદા વિભાગોનું પણ નિરીક્ષણ કર્યું હતું.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સાથે શહેર મામલતદાર ડી.કે.રાજપાલ ઉપરાંત એડી.મેડિ.સુપ્રિ.ડો.વિવેક પટેલ, બાળરોગ વિભાગના ડો. યશ્વી દતાણી અને ડો.તરલ કેશરાણી સહિત જુદા જુદા વિભાગોના તબીબો જોડાયા હતા.

નવજાતના આંખના પરદાની ગંભીર બીમારી ROP ની રેટકમ યંત્રથી કરાતી ચકાસણી: રેટિનોપેથી ઓફ પ્રિમેચ્યોરિટી એટલે કે ROP, એ અકાળ જન્મેલા શિશુઓમાં આંખ ના પરદા ની એક ગંભીર બીમારી છે. પૂરા મહિને જન્મેલા શિશુઓમાં પણ જ્યારે લાંબા સમય માટે ઓક્સિજનની કે બીજી કોઇ આઇસીયુ સારવાર ની જરૂર પડી હોય ત્યારે ROP જોવા મળી શકે છે. ROP, જો સમયસર સારવાર ન કરવામાં આવે તો બાળક દૃષ્ટિ ગુમાવી શકે છે. ROP ની સમયસર તપાસ અને સારવાર અંધત્વ અટકાવી શકે છે અને દ્રષ્ટિની ક્ષતિ ઘટાડી શકે છે.

અત્રે NICU મા દાખલ થયેલા બધા જ નવજાત શીશુઓમાં ROP ની તપાસ કરવામાં આવે છે. હોસ્પિટલ પાસે ROP ની તપાસ માટે સ્પેશ્યલ RETCAM મશીન કાર્યરત છે.

Back to top button
error: Content is protected !!