GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેરના મોહમ્મદ હાશીબ શેખે રમઝાન માસમાં આકરી ગરમીમાં ૩૦ રોઝા રાખી વિશ્વમાં શાંતિ માટે દુઆ માંગી.

તારીખ ૨૦/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ઉનાળામાં ભારે તાપમાનમાં રોઝા રાખવા સહેલી વાત નથી પણ નાના છોકરાઓ પણ રોજો રાખીને રમજાન માસ ઉજવતા હોય છે.રમજાન માંસ મા રોજા રાખવા પાછળનું કારણ એ હોય છે કે વ્યક્તિ પોતાના અંદર ની દરેક બુરી આદતો થી દુર રહી પોતાના જીવનમાં સંયમતાં (સબ્ર) પેદાં કરવાનું હોય છે રોઝો રાખીને વ્યક્તિ દિવસ દરમ્યાન કાઈ પણ ખાતો પિતો હોતો નથી આવી ઇબાદત કોઈ નાનો બાળક કરે એ અદભુત પૂર્વ કહી શકાય એ કામ કાલોલ કસ્બાના રહેવાસી ઉમ્મીદભાઇ શેખનાં આંઠ વર્ષનાં પુત્ર મોહમદ હાશીબ શેખ એ પોતાના જીવનમાં પ્રથમ વખત ૩૦ રોઝા રાખી ખુદા ની ઇબાદત કરી અને ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વેહલી તકે પૂર્ણ થાય તેમજ વિશ્વભરમાં શાંતિ અને સલામતી બની રહે તે માટે ખાસ દુવા કરી હતી.







