
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલી નગરના મોટા ફળિયા વિસ્તારના સાડા પાંચ વર્ષના રાઠોડ મોહંમદ હસ્નૈન સલમાન ખાન એ પોતાના જીવનનો પહેલો રોઝો રાખી ખૂદા ની ઈબાદત કરી હતી.
વાત કરીએ તો અત્યારે મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન મહિનો પૂર્ણતા ના આરે છે ત્યારે સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમાજના મોટા લોકો સાથે નાના બાળકો પણ સખત ગરમીના વાતાવરણમાં ભૂખ તરસ સહન કરી રોજા રાખી ખુદાની ઈબાદત કરી રહ્યા છે.
ત્યારે સાધલી ના સાડા પાંચ વર્ષના મોહંમદ હસ્નૈન એ પોતાના જીવન નો પહેલો રોઝો રાખી ખૂદાની બંદગી કરી દુઆ કરી હતી.




